Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત

વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે 2013માં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો હતો.

Top Stories Gujarat
SOU સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત

કેવડિયાઃ વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે 2013માં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન બન્યા પછી તેમણે 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરી હતી. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.50 કરોડથી વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. તેના લીધે સ્થાનિકોને રોજગારી મળી છે અને ગુજરાત તેમજ દેશને નવું પ્રવાસન સ્થળ મળ્યું છે.

હાલમાં પીએમ બનેલા નરેન્દ્ર મોદીએ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2010માં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેના પછી વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પછી એક પછી એક એમ 26 નવા પ્રોજેક્ટો અહીં બનાવવામાં આવતા કેવડિયા કોલોની હવે એક્તા નગર બની ગયું છે. આ પ્રોજેક્ટને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક માનવામાં આવે છે.

આ પ્રોજેક્ટના આકર્ષણોમાં એકને જોઈએ તો વિશ્વ વન, એક્તા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, રિવર રાફ્ટિગં, કેક્ટસ ગાર્ડન, આરોગ્ય વન, જંગલ સફારી, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ઇ બસ સર્વિસ, નર્મદા આરતી, એસઓયુ સાઉન્ડ એન્ડ લાઇટ શોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગોલ્ફ કાર્ટન, પબ્લિક બાઇક શેરિંગ, પર્યટન કેન્દ્ર, કમલમ પાર્ક, વોક વે, 50 બેડની મોટી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સહકાર ભવનનો સમાવેશ થાય છે.

કેવડિયા કોલોનીની મુલાકાત લેનારામાં જોઈએ તો વર્ષ 2018માં 4.53 લાખ, વર્ષ 2019માં 27.45 લાખ, કોરોના કાળ વર્ષ 2020માં 12.81 લાખ, 2021માં 34.29 લાખ, 2022માં 41.32 લાખ, 2023માં અત્યાર સુધી 31.92 લાખનો સમાવેશ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત


આ પણ વાંચોઃ Amit Shah-Sardar/ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

આ પણ વાંચોઃ National Unity Day/ PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે

આ પણ વાંચોઃ National Unity Day/ અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’નું કરાવ્યું પ્રસ્થાન