ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ સહિત તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રચારને લઈને મહત્વના પક્ષો દ્વારા પ્રચારના બિગુલ વાગ્યા છે. તેલંગાણામાં કેસીઆરની BRS સરકારને હટાવવા કોંગ્રેસ અને ભાજપે પોતાના મહત્વના નેતા પ્રચારમાં ઉતાર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી ફરી એકવાર તેલંગાણામાં ચૂંટણી પ્રચારને વેગ આપવા રાજ્યની મુલાકાત લેશે.
પ્રિયંકા ગાંધી 31મી ઓક્ટોબરે તેલંગાણા અને 1લી નવેમ્બરે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પહોંચશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલગાંધી તેલંગાણામાં પ્રચાર માટે જાહેર સભાઓને સંબોધન કરશે. ઉપરાંત ભારત જોડો પદયાત્રાને સફળતા મળતા શાદનગર રેલ્વે સ્ટેશનથી શાદનગર ચોરાસ્તા સુધીની પદયાત્રામાં પણ ભાગ લેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા કોલ્લાપુરમાં જાહેર સભાને સંબોધશે. બાદમાં પાર્ટી તરફથી લડતા મહિલા ઉમેદવાર સાથે વાત કરશે. અગાઉ તેલંગાણામાં બંને નેતાઓએ 18 ઓક્ટોબરે રાજ્યમાં બસ પ્રવાસ કર્યો હતો જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં રેલીઓને સંબોધિત કરી હતી.
ભારતમાં આગામી વિધાનસભા દક્ષિણ ભારતની મુખ્ય ચૂંટણીઓમાંની એક તેલંગાણા ચૂંટણી છે. તેલંગાણા વિધાનસભામાં 119 બેઠકો છે અને વર્તમાન સરકાર BRS પાસે 87 બેઠકો છે. તેલંગાણામાં મહત્વની ત્રણ પાર્ટી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને BJP (ભારતીય જનતા પાર્ટી). આ ત્રણ પક્ષના સીએમ ફેસની વિશે વાત કરીએ તો INC લીડર રેવંત રેડ્ડી છે, બીજેપી લીડર જી કિશન રેડ્ડી છે અને બીઆરએસ સીએમ ફેસ કેસી રાવ છે.
કોંગ્રેસ અને ભાજપના જોરદાર ચૂંટણી પ્રચારને લઈને KCRની પુત્રી કવિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી ચૂંટણીમાં વિજય મેળવશે જ્યારે કોંગ્રેસ અને અન્ય માત્ર સર્વેક્ષણોમાં જ જીતશે. તેલંગાણાના લોકોના આશીર્વાદથી, BRS 119 સભ્યોના ગૃહમાં 95 થી 105 બેઠકો વચ્ચે જીતવા જઈ રહ્યું છે. KCRની પુત્રી કવિતાએ કહ્યું કે 2018 માં પણ આવા સર્વેક્ષણો કરવામાં આવ્યા હતા. પરંતુ BRS પ્રચંડ બહુમતીથી જીતી હતી. કોંગ્રેસ અને અન્યને આ વખતે પણ સર્વે જીતવા દો અને BRS ચૂંટણી જીતશે.
આ પણ વાંચો : સગાઇ તોડી નાખતા યુવતીના 60 વર્ષીય નાની પર કર્યો હિચકારો હુમલો
આ પણ વાંચો : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
આ પણ વાંચો : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’નું કરાવ્યું પ્રસ્થાન