ભાવનગર/ સગાઇ તોડી નાખતા યુવતીના 60 વર્ષીય નાની પર કર્યો હિચકારો હુમલો

જયારે યુવતીના પરિવારજનોએ સામે સગાઇ કરવાની ના પાડી દીધી ત્યારે યુવકના પરિવારે બદલો લેવા ,અતે યુવતીના નાની પર 4 લોકોએ મળીને હિચકારો હુમલો કર્યો હતો

Gujarat Others
Hichkaro attacked the 60-year-old younger sister of the girl who broke off the engagement
  •  ભાવનગરમાં સગાઇ તોડી નાખવાની દાજ રાખી કરાયો હુમલો
  • યુવતીના નાની પર 4 લોકોએ કર્યો હિચકારો હુમલો
  • આનંદનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા પર કરાયો હુમલો
  • બે ઈસમો અને બે મહિલાઓએ ભેગા મળી કર્યો હુમલો

ભાવનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને તમે પણ ચોકી જશો. અત્યારના સમયમાં જયારે કોર્ટ મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવો એ તમારો અધિકાર જેવી વાત કરી રહી છે ત્યાં ભાવનગરમાં સગાઇ તોડી નાખવા પર સામેના પરિવારે દાજ રાખી હતી અને ત્યારબાદ તે પરિવારના એક સભ્ય પર હુમલો કર્યો હતો જેમાં તેમને ખુબ જ ઈજા પહોચી હતી.

ખરેખર વાત એમ છે કે જયારે યુવતીના પરિવારજનોએ સામે સગાઇ કરવાની ના પાડી દીધી ત્યારે યુવકના પરિવારે બદલો લેવા ,અતે યુવતીના નાની પર 4 લોકોએ મળીને હિચકારો હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના આનંદનગર વિસ્તારમાં બની હતી. જ્યાં યુવતીના નાની જેમની ઉમર 60 વર્ષની જાણવામાં આવી છે તેમના પર બે ઈસમો અને બે મહિલાઓએ ભેગા મળીને  લવિંગબેન ભુરાભાઈ ચુડાસમા નામના વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં તેમને બચાવના બધા જ ઉપાયો કરી લીધા હતા પરંતુ એક તરફ વૃદ્ધ મહિલા અને બીજી તરફ ચાર લોકો કઈ રીતે મેળ ખાય. અને આખરે આ હુમલામાં વૃદ્ધાને ગંભીર રીતે ઈજા પહોચી હતી, ત્યારબાદ આસપાસના લોકોને જાણ થતા તેમને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોધાવી હતી અને ત્યારબાદ પોલીસે આ હુમલામાં શામેલ તમામ લોકોની તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો:unique campaign/ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અનોખું અભિયાન, જો ખોટી રીતે પોલીસ હેરાન કરે તો પણ કરો ૧૦૦ નંબર ડાયલ

આ પણ વાંચો:મહત્વનો ચુકાદો/વલસાડની કોર્ટનો બાળકી પર દુષ્કર્મના મામલે ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:Rajkot/રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરથી 100 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:ગજબ/પ્લાસ્ટિકની સમસ્યાનું સોલ્યુશન શોધ્યું આ વિદ્યાર્થીનીએ, બનાવ્યું 6થી 7 મહિનામાં નાશ થતુ બાયોપ્લાસ્ટિક