રાજકોટ,
જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કુંવરજીએ જિલ્લા પંચાયતના સભ્યો તોડ્યા હોવાનો આક્ષેપ કરે છે. તેમજ સભ્યો માત્ર 5-10 લાખમાં માનીજતા હોવાનું જણાવે છે અને જેતપુર-ઉપલેટામાંપૂરતી કિંમત 25 લાખ આપી જિલ્લા પંચાયતના સભ્યો ખરીદ્યા હોવાનુંપણ જણાવી રહ્યા છે.
ઉપરાંત કોળી સમાજના કોઈપણ વ્યક્તિને કુંવરજી બાવળીયાએ ક્યારેય મદદ ન કરી હોવાનો સણસણતો આક્ષેપ નાકિયા કરી રહ્યા છે. આ વિડીયો અંગે મિડિયા સાથેની વાતચીતમાં અવસર નાકિયાએ કહ્યું હતું કે,આ કોઈ જૂનો વિડીયો છે.
ચૂંટણીને કારણે હાલ વાઈરલ કરવામાં આવ્યો છે. જ્યારે કુંવરજીએ જણાવ્યું હતું કે, તમામ પાયાવિહોણા આક્ષેપ છે. અવસર આવું સાબિત કરીદે એટેલે જાહેર જીવન છોડી દઇશ.
