Amit shah-Sardar/ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એક્તાના શપથ લેવડાવ્યા હતા. તેના પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી.

Top Stories Ahmedabad
Amit shah Sardar સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એક્તાના શપથ લેવડાવ્યા હતા. તેના પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી.

સરદાર વલ્લભભી પટેલની જન્મજયંતિ પર કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશ 2014થી આ દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવે છે. અંગ્રેજોએ દેશ તો છોડીને ગયા પણ તે ખંડિત ભારત છોડીને ગયા હતા. તે સમયે ભારત ભારત નહી પણ 550 દેશી રજવાડા હતા. સરદાર પટેલે તેમને એક તાંતણે બાંધવાનું કામ કર્યુ હતુ. તેના પરિણામે આજના ભારતે આકાર લીધો છે. આજનું ભારત તે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને આભારી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઉત્તરપ્રદેશમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લખનૌમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી હતી. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં તેમણે જણાવ્યું હતું કે જો સરકાર ન હોત તો આજે આપણે અહીં ન હોત અને હાલનું જે ભારત છે તેન હોત. આઝાદી પછી અંગ્રેજોએ આ દેશને ટુકડાઓમાં વહેંચી દીધો છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આજે પ્રથમ દિવસ છે. આપણે સંકલ્પ લેવો પડશે કે જ્યારે દેશ તેની આઝાદીની શતાબ્દિ ઉજવશેત્યારે સમગ્ર વિશ્વમાં ભારત આગેવાન હશે.


whatsapp ad White Font big size 2 4 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન


આ પણ વાંચોઃ National Unity Day/ PM મોદી સરદાર જયંતીના અવસર પર ‘મેરા યુવા ભારત’ લોન્ચ કરશે

આ પણ વાંચોઃ National Unity Day/ અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’નું કરાવ્યું પ્રસ્થાન

આ પણ વાંચોઃ PM Modi-SOU/ સરદાર પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમે પુષ્પાંજલિ અર્પિત કરી