મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કેસમાં મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે એન્ટિલિયાની બહાર સ્કોર્પિયો પાર્ક કરીને શંકાસ્પદ આરોપી જે ઇનોવામાં ભાગ્યો હતો તે મુંબઇ ક્રાઇમ બ્રાંચનો હતો.
મુંબઈના મુલુંડ ટોલ નાકા પર ઇનોવામાં બે લોકો જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઇનોવા કાર મુંબઇ ક્રાઇમ બ્રાંચની છે. સ્કોપિયો કારનો માલિક મનસુખ હિરન હતો, પરંતુ ઇનોવા કાર કોની હતી? આ અંગે તપાસ ચાલી રહી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ કાર ક્રાઇમ બ્રાંચની છે. ઇનોવા કાર મુંબઇ પોલીસના ક્રાઇમ બ્રાંચ (CIU) યુનિટની છે. મુંબઇ પોલીસના અન્ય અધિકારી રિયાઝ કાઝીની હાલમાં એન્ટિલિયા કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
The Innova Car brought to NIA office last night is the car seen in CCTV, tailing the Scorpio in which the Gelatin was planted near Antilia: NIA Sources #Mumbai pic.twitter.com/gcyQTpJwY5
— ANI (@ANI) March 14, 2021
તેમ છતાં, સચિન વાઝે સ્પેશિયલ બ્રાંચમાં ટ્રાન્સફર થતાં પહેલા ક્રાઇમ બ્રાંચમાં પોસ્ટ કરાયો હતો. શરૂઆતમાં ક્રાઈમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં બે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કોર્પિયો કારમાં જિલેટીન લાકડીઓ રાખવામાં આવી હતી. બીજી કાર ઇનોવા હતી, જે સ્કોપિયોની પાછળ પાછળ ચાલતી હતી. ઇનોવા મુંબઈના મુલુંડ ટોલ નાકામાં જોવા મળી હતી. ઇનોવા અને સ્કોપિયો કાર એકસાથે મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં મળી આવી હતી અને ત્યારબાદ બંને કાર્મિશેલ રોડથી એન્ટિલિયા તરફ જતા જોવા મળી હતી.
એનઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વાહનો એન્ટિલિયાની બહાર પહોંચ્યા હતા. સ્કોર્પિયો બહાર પાર્ક થઈ ગઈ હતી અને તેનો ડ્રાઈવર ઇનોવામાં બેસીને નાસી ગયો હતો. સ્કોપિયોમાં જિલેટીન લાકડીઓ હતી. બાદમાં, ઇનોવા કાર મુલુંડ ટોલ બેરિયરને પાર કરીને થાણેમાં પ્રવેશતી જોવા મળી હતી. થાણેમાં પ્રવેશ બાદ ઇનોવા કાર મળી શકી નહીં. રસપ્રદ વાત એ છે કે સચિન વાઝે અને મનસુખ હિરન બંને થાણેના રહેવાસી છે.
