Not Set/ મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, તંત્ર દ્વારા મહિલાને ચાર લાખની સહાય આપી

રાધનપુર, રાધનપુરમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું, રાધનપુરમાં એક મહિલાના પતિન વીજ કરંટથી મોત નીપજ્યું હતુ અને તંત્રને અનેક રજૂઆત છતાં તેમની વાત કોઈ સાંભળી ન હતી. જો સરકાર તેમને સહાય નહીં આપે તો તેઓ પોતાના પુત્રો સાથે આત્મવિલોપન કરશે તેવી ચીમકી મહિલાએ ઉચ્ચારી હતી. જો કે આ મહિલાની વેદનાને મંતવ્ય ન્યૂઝે […]

Top Stories

રાધનપુર,

રાધનપુરમાં મંતવ્ય ન્યૂઝ ચેનલનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું, રાધનપુરમાં એક મહિલાના પતિન વીજ કરંટથી મોત નીપજ્યું હતુ અને તંત્રને અનેક રજૂઆત છતાં તેમની વાત કોઈ સાંભળી ન હતી. જો સરકાર તેમને સહાય નહીં આપે તો તેઓ પોતાના પુત્રો સાથે આત્મવિલોપન કરશે તેવી ચીમકી મહિલાએ ઉચ્ચારી હતી.

જો કે આ મહિલાની વેદનાને મંતવ્ય ન્યૂઝે વાચા આપતાં તંત્રે તાત્કાલિક સહાયની જાહેરાત કરી હતી. તંત્રે ન્યૂઝ પ્રસારિત થતાં મહિલાને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક ધારાસભ્ય દિલિપ ઠાકોર દ્વારા આ મહિલાને સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. મહિલાએ મંતવ્ય ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો.