અરવલ્લી,
પોલીસની રહેમનજર અને પૈસાનો જો પાવર હોય તો રાજયમાં કંઇ પણ કરવું અશક્ય નથી તેવું કહેવામાં આવે છે. ત્યારે અરવલ્લીના બાયડ ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. ખુલ્લેઆમ દેશીની ધમધમતી હાટડીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઇ ગઇ છે.
તમે દ્રશ્યોમાં જોઇ શકો છે કે કેવી રીતે બુટલેગરો એક ડોલમાં દેશી દારૂ ભરીને આવે છે અને એક છાપરાવાળી રૂમમા મૂકે છે. રૂમમાં એક નહીં પરંતુ બે થી ત્રણ જેટલા ઇસમો જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. તો પણ આવા દ્રશ્યો જોવા મળે છે પણ તંત્રએ જાણે આંખે પાટા બાંધી લીધા હોય તેમ કઈ દેખતી જ નથી.
સરકાર દ્વારા દારૂબંધીના અમલ માટે પણ કડક નિર્ણય અમલમાં લાવી છે. તેમ છતાં પણ કેમ આવી રીતે બાયડ તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે.
દેશી દારૂનો વિસ્તાર,
૧ – બાયડ બસ સ્ટેશન પાછળ લાખેશ્વરી વિસ્તાર.
૨ – બાયડ ગામ – ભૂલી વિસ્તાર.
૩ – બાયડ ગામ – ખોડિયારનગર વિસ્તાર.
૪ – બાયડ ગામ – ગરનાળા વિસ્તાર.
તેમજ તાલુકાના ઘણા ગામડાઓમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે, કે પોલીસ આ દારૂની હાટડીઓ ધરાવતા બુટલેગરોને છાવરવાની કોશિશ કરે છે અને તોડ-પાણી કરીને બુટલેગરને છોડી મુકવામાં આવે છે. મહત્વનું છે કે, શું પોલીસ આવી રીતે જ પૈસા લઇને દારૂની હાટડીઓ ચાલવા દેશે કે પછી બુટલેગરો સામે લાલઆંખ કરશે તે જોવાનું રહેશે.
