જયપુર,
જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમે ૩ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને આ સ્કોરને ૧૯.૪ ઓવરમાં વટાવી ધમાકેદાર જીત હાંસલ કરી હતી.
A nail biting finish here in Jaipur as the @rajasthanroyals beat #MumbaiIndians by three wickets.#RRvMI pic.twitter.com/TFu2DpyJNf
— IndianPremierLeague (@IPL) April 22, 2018
રાજસ્થાન રોયલ્સના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસન, ઝડપી બોલર જોફ્રા આર્ચર, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને કૃષ્ણપ્પા ગૌતમ રહ્યા હતા. પરંતુ પોતાની પ્રથમ મચી રહેલા જોફ્રા આર્ચરને શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આર્ચરે ૪ ઓવરમાં માત્ર ૨૨ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
Three wickets on his #IPL debut and @craig_arch be like 🤙🤙🤙 pic.twitter.com/75S75jhqpF
— IndianPremierLeague (@IPL) April 22, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૬૭ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર લુઇસ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જો કે ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનની જોડીએ બીજી વિકેટ માટે ૧૨૯ રનની ભાગીદારી નોધાવી હતી.
Six! Oh yes! What a way for SKY to get to his FIFTY.#RRvMI pic.twitter.com/D0NpplFyXI
— IndianPremierLeague (@IPL) April 22, 2018
ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માત્ર ૪૭ બોલમાં શાનદાર ૭૨ રન બનાવી આઉટ થયો હતો જયારે ઇશાન કિશને ૪૨ બોલમાં ૩ સિક્સર સાથે ૫૮ રન નોધાવી ધવલ કુલકર્ણીનો બીજો શિકાર બન્યો હતો. કેરેબિયન ઓલરાઉન્ડર કાયરોન પોલાર્ડે ૨૧ રન બનાવ્યા હતા. જયારે રાજસ્થાન તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલા જોફ્રા આર્ચરે સૌથી વધુ ૩ વિકેટ અને ધવલ કુલકર્ણીએ ૨ વિકેટ ઝડપી હતી.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી ૯ રન અને કેપ્ટન અજીન્ક્ય રહાને પણ માત્ર ૧૪ રન નોધાવી આઉટ થયા હતા.
Batsman @IamSanjuSamson brings up his FIFTY off 36 balls. Also, he's back as the orange cap holder #RRvMI. pic.twitter.com/UO3hr6eM3x
— IndianPremierLeague (@IPL) April 22, 2018
બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા સંજુ સેમસને શાનદાર ફિફ્ટી ફટકારતા ૩૯ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા જયારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ પણ ૪૦ રન બનાવી હાર્દિક પંડ્યાનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કૃષ્ણપ્પા ગૌતમે અંતિમ ઓવરોમાં માત્ર ૧૧ બોલમાં ૩૩ રન ફટકારી ટીમને રોમાંચક જીત અપાવી હતી. મુંબઈ તરફથી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
