employment/ આજે PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર અનેયાત કરીને આપશે રોજગારીની ભેટ,વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા અંતર્ગત શુક્રવારે લગભગ 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન હેઠળ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Top Stories India
employment gift
  • PM મોદી આજે રોજગારીની આપશે સોગાત
  • આજે પહેલા રોજગાર મેળાનું આયોજન
  • 71 હજાર યુવાનોને સરકારી નોકરીની ભેટ
  • યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે
  • PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન
  • યુવાનોને રોજગારીની દિશામાં મળશે વિકાસની ભેટ

employment gift:    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા અંતર્ગત શુક્રવારે લગભગ 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન હેઠળ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે. આ દરમિયાન જુનિયર એન્જિનિયરથી લઈને ડોક્ટર સુધીની અનેક પોસ્ટ પર યુવાનોને નિમણૂક આપવામાં આવશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે જણાવ્યું હતું કે આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

યુવાનોને (employment gift) સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે તકો પૂરી પાડશે. કાર્યક્રમ દરમિયાન નવા ભરતી થયેલા કર્મચારીઓ પણ કર્મયોગી  મોડ્યુલ વિશેના તેમના અનુભવો શેર કરશે. કર્મયોગી ઇન્ડક્શન મોડ્યુલ એ વિવિધ સરકારી વિભાગોમાં નવા ભરતી થયેલા તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્ડક્શન કોર્સ છે. આમાં સરકારી કર્મચારીઓ માટે આચારસંહિતા, કાર્યસ્થળની નૈતિકતા, અખંડિતતા અને માનવ સંસાધન નીતિઓનો સમાવેશ થાય છે.

ભારત સરકાર હેઠળ જુનિયર એન્જિનિયર, લોકો પાયલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, સામાજિક જેવા સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા યુવાનોની ભરતી કરવામાં આવે છે. સુરક્ષા અધિકારી, PA, MTS વિવિધ પોસ્ટ પર તૈનાત આપવામાં આવશે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા અંતર્ગત શુક્રવારે લગભગ 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન હેઠળ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે.

બીબીસી ડોક્યુમેન્ટરી/ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો,PM ઋષિ સુનકે પાકિસ્તાની મૂળના

Anant-Radhika Engagement/અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર

hockey/ભારતનું અદભૂત પ્રદર્શન, વેલ્સને હરાવીને હોકી વર્લ્ડ કપના ક્રોસ ઓવર માટે ક્વોલિફાય