Not Set/ ત્યાગરાજ સ્ટેડિયમમાં ડોગને ફેરવવું IAS ઓફિસરને પડ્યું ભારે, સરકારે લદ્દાખમાં કર્યુ ટ્રાન્સફર

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ખેલાડીઓની પ્રેક્ટિસ બંધ કરીને અને કૂતરાને ફેરવવાના વિવાદમાં ફસાયેલા IAS અધિકારી સંજીવ ખિરવારની બદલી કરવામાં આવી છે

Top Stories India

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ખેલાડીઓની પ્રેક્ટિસ બંધ કરીને અને કૂતરાને ફેરવવાના વિવાદમાં ફસાયેલા IAS અધિકારી સંજીવ ખિરવારની બદલી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની દિલ્હીથી લદ્દાખ બદલી કરી દીધી છે. એટલું જ નહીં મંત્રાલયે તેની પત્ની રિંકુ દુગ્ગાની બદલી કરીને તેને અરુણાચલ પ્રદેશ મોકલી દીધી છે.

નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો અને રિપોર્ટ આવ્યા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

 હકીકતાં દિલ્હી સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમમાં રમતવીરો અને કોચે ફરિયાદ કરી હતી કે તેઓને સમય પહેલા તાલીમ પૂર્ણ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમના કહેવા પ્રમાણે, તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીના પ્રિન્સિપલ સેક્રેટરી (રેવન્યુ) સંજીવ ખિરવાર અહીં પોતાના કૂતરાને ફેરવા આવે છે.

એક કોચે કહ્યું હતું કે પહેલા અમે લગભગ 8.30 વાગ્યા સુધી તાલીમ આપતા હતા, પરંતુ હવે અમને ફક્ત 7 વાગ્યે જ મેદાન છોડવાનું કહેવામાં આવે છે જેથી અધિકારી તેના કૂતરાને વોકીંગ કરાવી  શકે. જેના કારણે અમારી તાલીમ અને કસરતની દિનચર્યા ખોરવાઈ જાય છે.