બિપોરજોય/ વાવાઝોડામાં જનપ્રતિનિધિ જનતાની પડખેઃ રીવાબાએ ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા

જામનગર ઉત્તરની બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ અસરગ્રસ્તોને મદદ કરવા માટેની આગેવાની લીધી છે. તેમણે રાહતશિબિરોમાં આવેલા લોકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવવાની જવાબદારી ઉપાડી લીધી છે અને દસ હજારથી પણ વધારે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા છે. આ કામ પણ હજી અટક્યું નથી. 

Top Stories Gujarat

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે કાંઠા વિસ્તારોમાંથી BipperjoyRivabaJadeja મકાન ખાલી કરાવનારા લોકોનો આંકડો દસ હજારને વટાવી ગયો છે. વાવાઝોડું પ્રતિ કલાક 125થી પણ વધુ કિ.મી.ની ઝડપે ત્રાટકવાનું હોઈને કાંઠાના વિસ્તારોમાં લોકોને અત્યારથી બચાવવામાં આવી રહ્યા છે. તેમને રાહત શિબિરોમાં મોકલવામાં આવી રહ્યા છે. તેના પગલે જનપ્રતિનિધિઓ પણ લોકોની સેવામાં લાગી ગયા છે.

જામનગર ઉત્તરની બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ અસરગ્રસ્તોને મદદ કરવા માટેની આગેવાની લીધી છે. તેમણે રાહતશિબિરોમાં આવેલા લોકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવવાની જવાબદારી ઉપાડી લીધી છે અને દસ હજારથી પણ વધારે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા છે. આ કામ પણ હજી અટક્યું નથી.

તેમણે જણાવ્યું હતું કે અમે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને BipperjoyRivabaJadeja અસરગ્રસ્તોને ખવડાવવા માટે કમસેકમ 15 દિવસ સુધીની તૈયારી આદરી છે. આ ઉપરાંત તેમણે રિવાબા જાડેજા જામનગરના જોડિયા-ભૂંગા, પુનિતનગર વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ફાયર વિભાગ તેમજ વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખ્યા હતા અને ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરી, તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા લોકોની પડખે હોવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં લોકો સાથે સંવાદ સમયે રિવાબાએ કહ્યું હતું કે, ભાજપના લઘુમતી સમાજના આગેવાનોની અમને ચિંતા છે અને સૌ સમાજ અમારા માટે સરખા જ છે. એટલે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો અમારો અથવા તંત્રનો તાત્કાલિક સંપર્ક કરજો તેવી હૈયાધારણ પણ બંધાવી હતી.

તો બીજી તરફ તેઓ પોતાની ટીમ દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્તો BipperjoyRivabaJadeja માટે 10 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી રહ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને અન્ન કે જળ વિના ન રહેવું પડે. ફૂડ પેકેટ્સ તૈયાર કરાવતી પોતાની તસવીર રિવાબાએ ટ્વીટર પર શેર કરી છે.

 

આ પણ વાંચોઃ Bipperjoy/ વાવાઝોડું આફત પણ અને રાહત પણ

આ પણ વાંચોઃ Gujarat Weather/ ગુજરાતના 62 તાલુકામાં વરસાદ, વેરાવળ પંથકમા 10 ઈચ : જાણો ક્યાં કેટલો વરસ્યો

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા વિશે તમે જાણવા માગો છો એ તમામ વિગતો…

આ પણ વાંચોઃ બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત