Not Set/ રાજકોટ/  મૈત્રી કરારમાં ફસાવી વૃદ્ધને કર્યો બ્લેક મેઇલ, કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

બ્લેક મેઇલિંગથી કંટાળીને વૃદ્ધે કર્યો ઝેરી દવા પીને આપઘાત મૃતક વૃદ્ધના છેલ્લા શબ્દો ‘મને ઝેર પાઈ દીધું છે, બોલાતું નથી’ પૈસા અને કાર પડાવી લીધાની ઓડિયો ક્લીપ આવી સામે વૃદ્ધ પાસેથી 5 લાખના ચેક અને 25થી 28 લાખ પડાવ્યા મૃતક અને તેના કાકા વચ્ચેની ઓડિયો ક્લીપ આવી સામે યુનિવર્સિટી પોલીસે સ્ટેશનમાં 3 લોકો સામે નોંધી […]

Gujarat Rajkot
  • બ્લેક મેઇલિંગથી કંટાળીને વૃદ્ધે કર્યો ઝેરી દવા પીને આપઘાત
  • મૃતક વૃદ્ધના છેલ્લા શબ્દો ‘મને ઝેર પાઈ દીધું છે, બોલાતું નથી’
  • પૈસા અને કાર પડાવી લીધાની ઓડિયો ક્લીપ આવી સામે
  • વૃદ્ધ પાસેથી 5 લાખના ચેક અને 25થી 28 લાખ પડાવ્યા
  • મૃતક અને તેના કાકા વચ્ચેની ઓડિયો ક્લીપ આવી સામે
  • યુનિવર્સિટી પોલીસે સ્ટેશનમાં 3 લોકો સામે નોંધી ફરિયાદ

રાજકોટમાં એક વૃદ્ધે આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. મૃતક ધનજી રામજદી કાસીયાણીએ મૈત્રી કરારમાં રહેતી મહિલાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકની તેના પરિવારજનો સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.  જેમાં તેમના અંતિમ શબ્દો હતા કે ‘મારાથી કઈ બોલાતું નથી મને ઝેર પાઈ દીધું છે.’

મૃતક ધનજીભાઈ જાગૃતિ ઉર્ફે જાગુ  સાથે મૈત્રી કરારમાં રહેતા હતા. વાયરલ ઓડિયોમાં તેમણે જાગૃતિ અને તેના બે સાગરિત બાબુ અને હરિએ બ્લેકમેઇલ કરી અને ફસાવ્યાનો આક્ષેપ કર્યો છે.  ઉપરાંત વૃદ્ધના 25-28 લાખ રૂપિયા અને કાર પડાવી લીધા હોવાનો આક્ષેપ પણ છે. ત્યારે સ્થાનિક પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતી યુવતી જીજ્ઞાશાના ઘરે 65 વર્ષના વૃદ્ધ ઘનજીભાઈએ દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા વિવાદ વકર્યો છે. મૈત્રી કરાર કરનારી જીજ્ઞાશા નામની યુવતીએ વૃદ્ધને પોતાની માયાજાળમાં ફસાવ્યો છે.  અને મળતિયાઓએ તેના ફોટા અને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી બ્લેકમેલ કર્યા હતા. પૈસાની માંગ અને ધમકીથી કંટાળેલા વૃદ્ધે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

જામનગર નજીક આવેલા ધ્રોલ ગામે રહેતા અને બિલ્ડર તરીકે કામ કરતા ધનજીભાઈ કાસિયાણી (ઉ.વ.65) ગત શુક્રવારે પોતાની સ્ત્રી મિત્ર જીજ્ઞાશાના ઘરે રાજકોટ જવા નીકળ્યા હતા. જીજ્ઞાશા વસિયાણીએ 108ને ફોન કરીને જણાવ્યું હતું કે, ધનજીભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આટલું જાણવા મળતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી હતી. સારવાર માટે વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં સુધીમાં એમનું પ્રાણ પંખીરું ઊડી ગયું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે જીજ્ઞાશાની પૂછપરછ શરૂ કરી હતી.

જીજ્ઞાશા સાથે રહેલા બે વ્યક્તિ બાબુ આહિર અને હરીયાએ મળીને વૃદ્ધને ધમકી આપી હતી. ત્યાર બાદ પૈસા અને દાગીના પડાવવા માટે કરસો રચ્યો હતો. ધનજીભાઈ પાસેથી આશરે 28 લાખ રૂપિયા જેટલી રકમ લઈ લીધી છે. જીજ્ઞાશાના ઘરે જતા પહેલા તેમણે કાકા શાંતિલાલ કશિયાણી (જાઈવા સ્કૂલ પ્રિન્સિપાલ)ને આ બ્લેકમેલની વાત કહી હતી. થોડીવાર બાદ ફરી શાંતિલાલને ફોન કરીને ઝેરી દવા પીવડાવી દીધાનો ઘટસ્ફોટ કર્યો હતો.

ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હોવાનો કાશિયાણી પરિવારનો આરોપ છે. વૃદ્ધને આત્મહત્યા માટે મજબુર કર્યાનું પોલીસ તપાસમાં ખુલતા જીજ્ઞાશા અને તેના બે સાગરિત સામે ગુનો નોંધાયો છે. દોઢ મહિના પહેલા પણ જીજ્ઞાશાએ ધનજીભાઈના ઘરે જઈને પૈસાની માંગ કરી હતી. ત્યારે પરિવારજનોને આ સંબંધ વિશે ખ્યાલ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.