Ahmedabad News: અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પર પોતાને IPS અધિકારી (Fake IPS Arrested) તરીકે ઓળખાવી પોલીસ કર્મચારીઓ પર રોફ જમાવનાર એક શખ્સની રેલવે પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને પોતે ઉચ્ચ અધિકારી હોવાનું કહી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
Ahmedabad Railway Station: પોતાને IPS કહી રોફ જમાવનાર ઝડપાયો
માહિતી અનુસાર, આરોપીએ પોલીસ કર્મચારીઓને સવાલ કર્યો હતો કે તેમણે તેને સેલ્યુટ કેમ નથી કરી. આ મુદ્દે તેણે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ગાળાગાળી પણ કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, તેણે પોલીસ કર્મચારીઓને બદલી કરાવી દેવાની ધમકી પણ આપી હતી.
ઘટના દરમિયાન પોલીસને આરોપીની ઓળખ અંગે શંકા જતાં તેની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી ખરેખર IPS અધિકારી નહોતો. તેની ઓળખ જોન ડેનિયલ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં વધુમાં ખુલ્યું કે આરોપી સ્ટુડન્ટ પ્લાનિંગ કેડેટ્સ નામના એક સંગઠન સાથે સંકળાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, તેની પાસે IPS અધિકારી તરીકે ઓળખ આપવાનો કોઈ સત્તાવાર અધિકાર કે ઓળખપત્ર મળ્યો નહોતો.
પોલીસે આરોપી સામે ફરજમાં અવરોધ ઉભો કરવો, સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવી, ખોટી ઓળખ આપી ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આરોપીએ અગાઉ પણ આવી રીતે કોઈને ખોટી ઓળખ આપી છે કે નહીં.
રેલવે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારી હોવાનો દાવો કરે તો તેની સત્તાવાર ઓળખની ખાતરી કર્યા બાદ જ વિશ્વાસ રાખવો.
આ પણ વાંચો:Ahmedabad Railway Station પર મુસાફરોને “રોકડ રાખવી પ્રતિબંધિત” કહીને ઠગતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો:Ahmedabad Railway Station પર હવે આ ટિકિટ મળશે નહી, તપાસ કરીને જજો
