કર્ણાટક વિધાનસભા ચુંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે એક નવી ચાલ ચલી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમારી ફોન પર દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત થઇ અને તેમણે સૈધાંતિક પર સહમતિ આપી છે. JD(S) સરકારના નેતૃત્વ કરશે અને બન્ને પાર્ટીયો એક સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે હું સાંજે રાજ્યપાલને રાજીનામું આપીશ અને JD(S) સરકાર બનાવશે. તેમણે કહ્યું કે અમે JD(S)ને બહારથી સમર્થન આપીશું. તમને જણાવી દઈકે સિદ્ધારમૈયા સરકારમાં ઉર્જા મંત્રી રહ્યા ડીકે શિવકુમારે મૂલબગલથી નિર્દલીય વિધાયક એચ. નાગેશને સમર્થન કર્યું છે જેના પછી નાગેશ કોંગ્રેસને સમર્થન આપવાના તૈયાર થઇ ગયા છે.
ગુલાબ નબી આઝાદે કહ્યું કે અમે રાજ્યપાલને મળવા જઈશું અને કહેવામાં આવશે કે બીજેપી કરતા અમારી સીટ્સ વધુ છે. ગવર્નર હાઉસમાં જ બન્ને પાર્ટીઓની મુલાકત થશે. બંને પાર્ટીઓ સેક્યુલર મૂલ્યો વાડી છે અને JD(S) ક્યારે સાંપ્રદાયિક બીજેપી સાથે જવાનું નહિ વિચારે.
સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદે કહ્યું છે કે તે તાત્કાલિક સિદ્ધારમૈયા સાથે વાત કરે. કોંગ્રેસ તરફથી દેવગૌડાના દીકરા કુમારસ્વામીને સીએમ બનાવવાનો પ્રસ્તાવ આપી શકાય છે. કોંગ્રેસ અને JD(S) સરકાર બનાવી શેક એમ છે, પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવે તો સરકાર બનાવવા અને બહુમત સાબિત કરવાનું પહેલું આમત્રણ તેમને જ મળી શકે છે.
મહત્વનું છે કે, કર્ણાટકની આ ચૂંટણીનું પરિણામ આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, દિલ્લીની વર્તમાન કેન્દ્ર સરકાર આગામી વર્ષે પણ પોતાનો ભગવો લહેરાવવા નાતે આતુર જણાઈ રહી છે જયારે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણી હારે છે તો તે માત્ર પંજાબ અને પુડ્ડુચેરી પુરતી જ સીમિત રહી શકે છે.
