નવી મુંબઈ,
ડોલરની સરખામણીએ રૂપિયો આજે 15 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો આજે 17 પૈસે તૂટીને 67.68 ના સ્તર પર ખુલ્યો છે. ડોલરની સરખામાણીએ રૂપિયામાં કાલે પણ ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરની સરખામાણીએ રૂપિયો કાલે 67.51 સ્તર પર બંધ થયો હતો.
બીજી તરફ જોવા જઈએ ત્યારે એપ્રિલમાં મોંઘવારી જોવા મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિમાં તે ગગન ચૂમે છે. ઇક્વિટીમાંથી રોકાણ પાછુ ખેચાવાના કારણે આ ઘટના ઘટી છે, જયારે ડોલરની ખરીદી વધી છે.
વર્ષ 2018 ની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી માર્ચ સુધી ફુગાવામાં ઘટાડો નોંધાયો હતો પરંતુ એપ્રિલમાં તે ઘટવાની પ્રક્રિયા ઘટી રહી છે.
