Not Set/ કર્ણાટકના સીએમ તરીકે યેદિયુરપ્પાએ ત્રીજીવખત લીધા શપથ, કોંગ્રેસના વિરોધ પ્રદર્શન શરુ

કર્ણાટકમાં રાજભવનમાં યેદિયુરપ્પાનો શપથ સમારોહ યોજાયો હતો. બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદેથી શપથ લીધા. બેંગ્લુરુના રાજભવનમાં યેદિયુરપ્પાએ શપથ લીધા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ શપથ લેવડાવ્યા. ત્યારે આ શપથગ્રહણ સમારોહમાં જે.પી.નડ્ડા, પ્રકાશ જાવેડકર રાજભવનમાં હાજર રહ્યા. રાજભવન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યેદિયુરપ્પાના પુત્ર કુમાર બંગા રાજભવનમાં હાજર રહ્યા હતાં. શપથ સમારોહમાં મોદી અને શાહ ઉપસ્થિત […]

Top Stories

કર્ણાટકમાં રાજભવનમાં યેદિયુરપ્પાનો શપથ સમારોહ યોજાયો હતો. બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદેથી શપથ લીધા. બેંગ્લુરુના રાજભવનમાં યેદિયુરપ્પાએ શપથ લીધા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ શપથ લેવડાવ્યા.

ત્યારે આ શપથગ્રહણ સમારોહમાં જે.પી.નડ્ડા, પ્રકાશ જાવેડકર રાજભવનમાં હાજર રહ્યા. રાજભવન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યેદિયુરપ્પાના પુત્ર કુમાર બંગા રાજભવનમાં હાજર રહ્યા હતાં. શપથ સમારોહમાં મોદી અને શાહ ઉપસ્થિત રહ્યા નહી.

જો કે આ અગાઉ બુધવારે રાતે કોંગ્રેસ અને જેડીએસની લીગલ ટીમ દ્વારા રાજ્યપાલ વજુભાઇ વાળાએ બી એસ યેદિયુરપ્પાને આપેલા આમંત્રણને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. મોડી રાતે સર્જાયેલા હાઇ વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને યેદિયુરપ્પાને સરકાર રચવા અપાયેલા આમંત્રણને પડકાર્યું હતું.

જો કે રાતે ત્રણ વાગ્યે ચાલેલી સુનવણીમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અશોક ભુષણ, જસ્ટીસ એકે સિકરી અને જસ્ટીસ એસએ બોબડેની બેન્ચે બીએસ યેદિયુરપ્પાની શપથવિધી પર સ્ટે મુકવાની માંગણી ફગાવી હતી અને કહ્યું કે રાજ્યપાલને આદેશ ના આપી શકીએ અને શપથવિધી પર રોક ના લગાવી શકીએ. પરંતુ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા પાસેથી તેમને સમર્થન આપતા ધારાસભ્યોની યાદી આજે કોર્ટમાં રજુ કરવા જણાવ્યું છે.

આજે યેદિયુરપ્પાના સીએમ પદના શપથ પછી જેડીએસ અને કોંગ્રેસના અગ્રણી નેતોઓએ આ શપથ સમારોહનો વિરોધ કર્યો હતો અને વિધાનસભાની બહાર મહાત્મા ગાંધીજીની મૂર્તિ પાસે ધરણા પર બેસી ગયા હતા.

બેંગલુરુ: કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત અને સિદ્ધાર્મૈયા સહિત કોંગ્રેસ વિધાયક અને નેતા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના શપથ ગ્રહણના વિરોધમાં વિરોધ પ્રદર્શન માટે વિધાનસભામાં મહાત્મા ગાંધીજીની મૂર્તિ પાસે ભેગા થયાં.

કોંગેસ-જેડીએસના ધારાસભ્યો વિધાનસભાએ વિરોધ પ્રદર્શન કરવા ઇગ્લેટન રિસોર્ટમાંથી બહાર આવ્યાં.