Ahmedabad News/ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન સિંધુભવન રોડ પરથી એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

પોલીસે ડ્રગ્સનો જથ્થો, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળીને કુલ રૂ. 1,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : 31 ડિસેમ્બરની રાત્રે સિંધુભવન રોડ પર એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હતા ત્યારે ફરજ પરની પોલીસે એક શખ્સને નશીલા પદ્રાર્થના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૂ. 82,000 ની કિંમતનો 8.200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

સિંધુભવન રોડ પર લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કોઈ દારૂ કે ડ્રગ્સના નશાનું સેવન કે વેચાણ ન કરે તે માટે પોલીસ સઘન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ઝોન-7 એલસીબીની ટીમે માહિતીને આધારે બોડકદેવ પકવાન ચાર રસ્તા તરફથી ગોટીલા ગાર્ડન તરફ જતા સિંધુભવન રોડ પર ટાઈમ સ્કેવર ગ્રાઉન્ડ બિલ્ડીંગ નજીકથી એક શખ્સને ઝડપી લીધો હતો.

તપાસમાં તેનું નામ જયદીપ જ્યંતિભાઈ પરમાર(24) હોવાનું તથા તે ઉસ્માનપુરાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા તેની પાસેથીપોલીસે રૂ.82,000 ની કિંમતનો 8.200 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સનો જથ્થો, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળીને કુલ રૂ. 1,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IPS અધિકારીઓના પ્રમોશન અપાશે, નવા DGPની જાહેરાત પહેલા અપાઈ શકે છે પ્રમોશન, વર્ષ 1991 થી 1995 બેચના IPSને પ્રમોશન અપાશે, ગત અઠવાડિયે પ્રમોશન માટે બેઠક યોજાઈ ગઈ હતી,

આ પણ વાંચો: ‘મારે પ્રમોશન નથી જોઈતું’, સરકારી અધિકારીઓએ આશ્ચર્ય સર્જયું

આ પણ વાંચો: રાજ્યના 16 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન,પરિવારમાં ખુશીનો માહોલ..