Not Set/ સલમાન ખાનને કેવી છોકરી સાથે કરવા છે લગ્ન તે જાણવા મળશે ફિલ્મ રેસ-3માં

મુંબઈ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રેસ-3 ના ટ્રેલરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.  15 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને આ ટ્રેલરને અત્યાર સુધી 1.2 મિલિયનથી વધુ વખત યુટ્યુબ પર જોવામાં આવ્યું છે. ફિલ્મ વિશે રસપ્રદ વાત એ છે કે એક […]

Entertainment

મુંબઈ

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રેસ-3 ના ટ્રેલરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.  15 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને આ ટ્રેલરને અત્યાર સુધી 1.2 મિલિયનથી વધુ વખત યુટ્યુબ પર જોવામાં આવ્યું છે. ફિલ્મ વિશે રસપ્રદ વાત એ છે કે એક દ્રશ્યમાં સલમાન એવું કહેતા નજર આવે છે કે તેમને કેવી છોકરી સાથે લગ્ન કરવા છે.

Image result for salman khan jacqueline fernandez race 3

આપને જણાવી દઈએ કે, ફિલ્મના ટ્રેલરમાં એક દ્રશ્ય છે જેમાં સલમાન જેકલીન પાસે તેનો  હાથ માંગે છે અને જ્યારે જેકલીન હાથ નથી આપતી ત્યારે સલમાન તેને કહે છે કે ગભરાઈશ નહી હું લગ્ન માટે નથી માંગતો.  ટ્રેલરમાં જોવા મળેલ આ દ્રશ્યએ લોકોના દિલને જીતી લીધું છે. જેકલીન અને સલમાનની જોડી ફિલ્મ કિકમાં ખૂબ સફળ મેળવી હતી અને હવે  આ જોડીની આ બીજી ફિલ્મ છે.

Image result for salman khan jacqueline fernandez race 3

જેકલીન ફર્નાન્ડિસ તાજેતરમાં સલમાનની પ્રશંસા  કરતા જણાવ્યું હતું કે આજે હું જે કઈ પણ છું તે સલમાનના કારણે છું. આ ફિલ્મને રેમો ડીસુઝા દ્વારા નિર્દેશક કરવામાં આવી છે. સલમાન અને જેકલીન ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઝી શાહ, શાકીબ સલીમ અને ફ્રેડી દારુવાલા ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવશે. આ ફિલ્મ રેસ સીરીઝની ત્રીજી ફિલ્મ છે.

Image result for salman khan jacqueline fernandez race 3