સ્પાઈડર મેન અને પુષ્પા આ દિવસોમાં દેશી બોક્સ ઓફિસ પર છવાયેલ છે. બે મોટી ફિલ્મોની શાનદાર શરૂઆત વચ્ચે રણવીર સિંહની ફિલ્મ ’83’ 24 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ પર આધારિત છે, તેથી લોકોમાં આ ફિલ્મને લઈને એક અલગ જ ઉત્સાહ છે. જો સૂત્રનું માનીએ તો મેટ્રો સિટીમાં ફિલ્મને લઈને ખાસ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. લગભગ 40 થી 45 મેટ્રો શહેરોમાં ફિલ્મની જોરદાર ઓપનિંગ જોવા મળી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ હવે દર્શકોની નજર ફિલ્મના કલેક્શન પર છે.
આ પણ વાંચો : કરીના કપૂર ખાને કર્યો ઓમિક્રોનનો રિપોર્ટ, અહીં જાણો શું આવ્યો
ફિલ્મ ’83’ ટક્કર આપી રહી છે બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્પાઈડર મેન નો વે હોમ’ અને સાઉથની ‘પુષ્પા ધ રાઈઝ’. આ દિવસોમાં બોક્સ ઓફિસ પર આ બે મોટી ફિલ્મોનો દબદબો છે. સ્પાઈડર મેન, જે 150 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, તો ફિલ્મ પુષ્પા પણ પોતાનો જોરદાર બિઝનેસ કરી રહી છે. બીજી તરફ જો 83ની વાત કરીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે પહેલા દિવસે 14થી 15 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની સારી શરૂઆત બાદ હવે આશા જાગી છે. કે વીકએન્ડ પર ફિલ્મ ચોક્કસપણે તેનો પ્રતાપ બતાવશે.
આ પણ વાંચો : નકુલ મહેતા બાદ હવે આ એક્ટર આવ્યો કોરોનાની ઝપેટમાં, શિલ્પા શેટ્ટી સાથે કર્યું છે શૂટિંગ
આપને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ’83’ 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીતની ગાથા પર આધારિત છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીના રોલમાં જોવા મળશે. આ સિવાય ચિરાગ પાટીલ, દિનકર શર્મા, સાહિલ ખટ્ટર જેવા અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :સની લિયોનીની વધી મુશ્કેલીઓ, લેટેસ્ટ વીડિયો આલ્બમ ‘મધુબન’ પર મચાવ્યો હંગામો!
આ પણ વાંચો : ખાનગી શાળાની પરીક્ષામાં સૈફ-કરીનાના પુત્રનું નામ પૂછતા વિવાદ,તંત્રએ મોકલી નોટિસ..
આ પણ વાંચો :અક્ષય કુમાર-અનિલ કપૂરની ફિલ્મ વેલકમનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે, આ મહિને શરૂ થશે શૂટિંગ
