Entertainment News: ટીવી જગતનો જાણીતો ચહેરો કરણ કુન્દ્રા (Karan Kundrra) હાલમાં ભૂતકાળના એક વિવાદને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2015 માં લોકપ્રિય ટીવી શો ‘યે કહાં આ ગયે હમ’ માં તેની કો-સ્ટાર રહી ચૂકેલી અભિનેત્રી સાનવી તલવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન શૂટિંગ સેટ પર થયેલા ઝઘડા અંગે ચોંકાવનારા દ્રશ્યો વર્ણવ્યા છે. સાનવીના જણાવ્યા મુજબ, સેટ પર થયેલી બોલાચાલી બાદ કરણે તેને જોરદાર થપ્પડ મારી હતી અને તેના પરિવાર વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી હિટ હોવા છતાં, ઓફ-સ્ક્રીન બંને વચ્ચેના સંબંધો અત્યંત વણસેલા હતા. આ ઘટના બાદ સેટ પર મોટો વિવાદ સર્જાયો હતો.
સેટ પર શું બન્યું હતું? સાનવી તલવારે (Sanveey Talwar) જણાવ્યા કડવા અનુભવો
કિસિંગ સીન અને થપ્પડનો વિવાદ: સાનવીના જણાવ્યા મુજબ, એક સીનના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર ‘કટ’ બોલે તે પહેલાં જ કરણે તેને કિસ કરી લીધી હતી. આ વર્તનથી નારાજ થઈને તેણે ગુસ્સામાં કરણને થપ્પડ મારી દીધી હતી.
કરણે કર્યો પલટવાર: આ ઘટનાના થોડા સમય બાદ કરણે પાછા આવીને સાનવીને જોરથી લાફો માર્યો હતો, જેના કારણે તે જમીન પર પડી ગઈ હતી. કરણે તેની સાથે અને તેના માતા-પિતા સાથે ગાળાગાળી પણ કરી હતી.
એકતા કપૂરની માફી અને શોમાં વાપસી
ઘટના બાદ સાનવીએ શો છોડી દેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પ્રોડ્યુસર એકતા કપૂરે મધ્યસ્થી કરીને માફી માંગી હતી અને તેને કામ પર પરત આવવા મનાવી લીધી હતી.
વિવાદ વચ્ચે શો ટૂંક સમયમાં થઈ ગયો બંધ
બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનેલો આ મ્યુઝિકલ ડ્રામા શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો. કરણ કુન્દ્રા અને સાનવી તલવાર મુખ્ય ભૂમિકામાં હોવા છતાં, સેટ પરના આંતરિક વિવાદો અને ઘટી રહેલા TRP ને કારણે આ શો 24 ઓગસ્ટ 2016 ના રોજ એટલે કે એક વર્ષથી ઓછા સમયમાં જ બંધ કરી દેવો પડ્યો હતો.
આ પણ વાંચો :સલમાન ખાનના ‘બિગ બોસ 20’નો ફર્સ્ટ લૂક આઉટ, જાણો કયા કલાકારો લેશે એન્ટ્રી!
આ પણ વાંચો :‘જીના ઇસી કા નામ હૈ 2.0’ સાથે આર. માધવનનું કમબેક; ZEE5 પર પરત ફરશે આઇકોનિક ટોક શો
આ પણ વાંચો :હોસ્પિટલ, સર્જરી અને ICU… બિગ બીની પોસ્ટથી ચાહકો ચિંતિત, કહ્યું- ‘ખેલ સમાપ્ત થયો છે, પણ કામ ચાલુ છે’
