Not Set/ સલમાન-શિલ્પા શેટ્ટી સામે મુંબઇમાં પોલિસ ફરિયાદ દાખલ થઇ, જાણો કેમ?

મુંબઇ, બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને સુપરસ્ટાર સલમાન ખાન સામે શનિવારે અંધેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ એફઆઈઆર નવીન રામચંદ્ર લાડએ કરી હતી. સલમાન અને શિલ્પાએ કુન્દ્રા વિરૂધ્ધ એટલે પોલિસ ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે વાલ્મિકી સમાજ માટે ચોક્કસ શબ્દનો પ્રયોગ કર્યો હતો.સલમાને એક ચેનલના કાર્યક્રમમાં વાલ્મિકી સમાજ માટે ગેરબંધારણીય શબ્દનો […]

Entertainment

મુંબઇ,

બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને સુપરસ્ટાર સલમાન ખાન સામે શનિવારે અંધેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ એફઆઈઆર નવીન રામચંદ્ર લાડએ કરી હતી. સલમાન અને શિલ્પાએ કુન્દ્રા વિરૂધ્ધ એટલે પોલિસ ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે વાલ્મિકી સમાજ માટે ચોક્કસ શબ્દનો પ્રયોગ કર્યો હતો.સલમાને એક ચેનલના કાર્યક્રમમાં વાલ્મિકી સમાજ માટે ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કર્યો હતો,તો શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં આ શબ્દ વાપરતા વાલ્કિમીકી સમાજ તેમની વિરૂધ્ધ થયો હતો.

મુંબઇના અંધેરી પોલિસ સ્ટેશનમાં સલમાન અને શિલ્પા સામે વાલ્મિકી સમાજના અગ્રણીઓને લાગણી દુભાવવા અંગેની ફરિયાદ કરી છે.વકીલ. નવીન રામચંદ્ર લાડેએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના સમુદાયની લાગણીઓને નુકસાન પહોંચાડે છે.આ અભિનેતાઓએ જાણી જોઈને શેડ્યૂલ કાસ્ટના સભ્યોનું અપમાન કર્યું છે.

પોલિસે રામચંદ્રની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી છે.