કોરોનાનાં કહેર વચ્ચે ઓમિક્રોનની આવી પડેલી આફતે સરકારની ચિંતા વધારી દીધી છે.ત્યારે દેશના 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂયર પાર્ટી પર પ્રતિબંધ લગાવી દીધો છે.ત્યારે જો હવે ક્રિસમસ અને ન્યૂયર પાર્ટી કરશો દંડાશો.
ભારતમાં ઓમિક્રોનના વધતા કેસો અને કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, યૂપી, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડૂ સહિત 12 રાજ્યોએ નવા વર્ષ અને ક્રિસમસના જશ્ન પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે…ક્રિસમસ અને ન્યૂયરને જોતા અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. યૂપીમાં યોગી આદિત્યનાથ સરકારને ક્રિસમસની રાતથી નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. જે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. સરકારે લખનવ અને નોઈડામાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. આ ઉપરાંત રાજ્યભરમાં લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યા 200 સુધી મર્યાદિત કરવામાં આવી છે.

આ પણ વાંચો:ricket / સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનાં અવતારમાં નજર આવ્યા રવિન્દ્ર જાડેજા, Video
દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સંબંધિત કોઈપણ કાર્યક્રમમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે, આગામી આદેશો સુધી કોઈપણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે. તેના આદેશમાં, ડીડીએમએ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાને મંજૂરી આપી છે. આ સાથે માર્કેટ ટ્રેડ એસોસિએશનને દુકાનો પર નો માસ્ક, નો એન્ટ્રીનો કડક અમલ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો:usiness / ‘મેડ ઈન ઈન્ડિયા’ જ્વેલરીની આ દેશમાં વધી રહી છે માંગ…
ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાતે પણ 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદી દીધો છે, જે શનિવાર, 25 ડિસેમ્બરની રાતથી લાગુ થશે. આ કર્ફ્યુ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં અસરકારક રહેશે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડૂ, રાજસ્થાન અને ઓરિસ્સામાં પણ નાઈટ કર્ફ્યૂ અને ક્રિસમસની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
