Morbi News: મોરબીના માળિયામાં સુરજબારી ટોલ પ્લાઝા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો. જેમાં 4 લોકોના મોત થયા. અહીં બે ટ્રક અને એક અર્ટિગા કાર વચ્ચે અકસ્માત થયો. આ દરમિયાન આગ લાગવાથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જેમાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે કારમાં સવાર 2 લોકોના પણ મોત થયા. પાંચ બાળકો સહિત સાત લોકો ફસાઈ ગયા હોવાથી તેમને બચાવી લેવામાં આવ્યા. આ અકસ્માતને કારણે હાઇવે પર જામ થઈ ગયો.
આ અકસ્માતને નજરે જોનારાઓના જણાવ્યા મુજબ માલિયાના સુરજબારી પુલ પર એક કન્ટેનર પલટી ગયું હતું. જેના કારણે પાછળથી આવી રહેલ ટેન્કર લેન બદલવા ગયો હતો, આ સમય દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે કે પાછળથી આવી રહેલ અર્ટિગા કાર ટ્રક સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ. ટ્રક અને કારમાં સવાર 2-2 લોકોના મોત થયા છે.
[fvplayer id=”4″]
સાતને બચાવી લેવામાં આવ્યા છે અને ઘાયલ થયા બાદ તેમને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ પરિસ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી કારણ કે ટેન્કર અને કારમાં આગ લાગી હતી. આ અકસ્માત મોરબીના સુરજબારી ટોલ પ્લાઝા પાસે બન્યો હતો. આ બંને વિદ્યાર્થી જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.
અકસ્માતની ઘટનાની માહિતી મળતા જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને સાત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક છે કે ઘાયલોની હાલત પણ ગંભીર છે, તેથી આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે.
મૃતકોમાં કચ્છના ગાંધીધામના મીઠી રોહરના રહેવાસી 15 વર્ષના રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા, જૈમીન જગદીશભાઈ બાબરીયા, રાજસ્થાનના બિકાનેરના શિવરામ મંગલરામ તાઈનો સમાવેશ થાય છે. આ બંને વિદ્યાર્થી જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.હજી એક મૃતકની ઓળખ બાકી છે. જ્યારે ઇજાગ્રસ્તના નામ ગૌતમ બિરબલ, કાંતિલાલ આહીર, વિષ્ણુભાઈ ડાંગર, રમેશ બાબરીયા, શિવમ બાપોદરા, ક્રિષ્ના જરૂ અને ક્રિષા જરૂનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ માળિયા તાલુકા પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યા હતા અને કચ્છ-મોરબી હાઇવેને સાફ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સામખિયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મોરબીમાં AAPની જનસભામાં હોબાળો, નાગરિકને લાફો ઝીંકતા ઉગ્ર બોલાચાલી
આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી
આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી
