કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પશુઓનુ મીટ ખાવાની જગ્યાએ પ્રયોગશાળામાં તૈયાર કરાયેલુ મીટ ખાવાની લોકોને સલાહ આપી છે. હૈદ્રાબાદમાં “ફ્યુચર ઓફ પ્રોટિન” વિષય પરની એક કોન્ફન્સના ઉદ્ગટાન માટે પહોંચેલા મેનકા ગાંધીએ કહ્યુ હતુ કે, ક્લીન મીટની શોધ થઈ ચુકી છે.
હવે સવાલ એે છે કે વ્યવસાયિક રીતે તેને કેવી રીતે લોકો સમક્ષ મુકી શકાય અને આ પ્રક્રિયામાં ઉદ્યોગ જગતને કેવી રીતે સામેલ કરી શકાય.
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યુ હતુ કે, સામાજિક સંચાર અને વિદ્યુતશાસ્ત્રની શોધ બાદ તૈયાર માંસ પ્રયોગશાળામાં થયેલી સૌથી મોટી શોધ છે. એક ખાનગી સર્વેક્ષણમાં સામે આવ્યુ છે કે 66 ટકા લોકો પ્રયોગશાળામાં તૈયાર થયેલુ માંસ ખાવા માટે તૈયાર છે.
આ કોન્ફરન્સમાં નિષ્ણાંતોએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યુ હતુ કે, નજીકના ભવિષ્યમાં બીયર બ્રુઅરીઝની જેમ મીટ બ્રુઅરીઝ પણ વાસ્તવિકતા બનશે. પરંતુ આપને જણાવી દઈએ કે પ્રયોગશાળામાં બનતુ માંસ શરુઆતમાં મોંઘુ હોઈ શકે છે. આ માંસને ડેવલપ કરવાની ટેકનિક જેમ જેમ વિકસતી જશે તેમ તેમ આ માંસ સસ્તુ થતુ જશે.
