Dharma & Bhakti/ આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

Mangal Gochar (મંગળ ગોચર) સાથે જ ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગનું નિર્માણ પણ થશે જે સાહસ, શક્તિ, સાફલ્ય અને નેતૃત્વનું પ્રતીક છે. આ 5 રાશિઓને…

Religious Rashifal Trending Dharma & Bhakti
Mangal Gochar , મંગળ ગોચર, 5, રાશિઓ, સુવર્ણ સમય

Dharm & Bhakti: ગ્રહોના સેનાપતિ મંગળ 16 જાન્યુઆરી (Mangal Grah, 16 January)એ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરશે અને આમ મંગળ ગોચર (Mangal Gochar) થતાની સાથે જ અહિં પહેલાથી જ હાજર સૂર્ય અને શુક્ર સાથે ત્રિગ્રહી યોગ (Trigrahi Yog) બનશે. આ સંયોગ અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. મકર રાશિમાં મંગળ ગોચર સાથે જ રુચક રાજયોગ (Ruchak Rajyog)નું નિર્માણ પણ થશે જે સાહસ, શક્તિ, સાફલ્ય અને નેતૃત્વનું પ્રતીક છે. આ ગોચરમાં સૌથી વધુ લાભ 5 રાશિઓ (Rashi)ને પ્રાપ્ત થવા જઇ રહ્યું છે. આ સમય પ્રગતિ, સન્માન અને નવીન ઉપલબ્ધિઓ લઇને આવશે.

મંગળ ગોચર (Mangal Gochar)થી 5 રાશિઓ થશે લાભાન્વિત

જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહોના સેનાપતિ મંગળ 16 જાન્યુઆરીએ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેના કારણે (Mangal Gochar) આ 5 રાશિઓ લાભાન્વિત થશે.

Mangal Gochar , મંગળ ગોચર, 5, રાશિઓ, સુવર્ણ સમય

મકર રાશિ

મંગળ આ રાશિ (Makar Rashi)ના લગ્ન અર્થાત્ પ્રથમ ભાવમાં (Mangal Gochar) ગોચર કરશે અને એથી તમારા વ્યક્તિત્વમાં જબરદસ્ત નિખાર આવશે. નિર્ણય ક્ષમતા અને આત્મવિશ્વાસ દ્રઢ બનશે. કારકિર્દી અને ધન-સંપત્તિમાં ઝડપી ઉછાળો આવવાની સંભાવના છે. નવી શરુઆત કરવા માટે આ સમય સાનુકૂળ રહેશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

કન્યા રાશિ

મંગળ તમારી રાશિ (Kanya Rashi)ના પંચમ ભાવમાં પ્રવેશ કરશે આથી તમને શિક્ષણ અને સ્પર્ધાત્મક કસોટીઓમાં સફળતા મળશે. સંતાન સંબંધી શુભ સમાચાર પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થવાના યોગ છે. આર્થિક ક્ષેત્રે રોકાણથી લાભની સંભાવના છે. આ ઉપરાંત, પ્રેમ સંબંધો પણ મજબૂત થશે.

Mangal Gochar , મંગળ ગોચર, 5, રાશિઓ, સુવર્ણ સમય

કર્ક રાશિ

મંગળ આ રાશિ (Kark Rashi)ના સપ્તમ ભાવમાં ગોચર કરશે અને એથી તમારા વૈવાહિક જીવન સુદ્રઢ બનશે. પાર્ટનર સાથે તાલમેલ બહેતરીન બનશે. ધંધાકીય પાર્ટનરશિપથી લાભ મળવાની આશા છે. આ જાતકોની સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિવાહોત્સુક યોગ્ય વ્યક્તિઓ માટે સારા માગા આવવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

મંગળ આ રાશિ (Vrushik Rashi)ના ત્રીજા ભાવમાં ગોચર કરશે. આથી તમારા સાહસ અને આત્મબળમાં વૃદ્ધિ થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. નાની યાત્રાઓ પણ તમને લાભકારક નીવડશે. મીડિયા, સંવાદ અને સેલ્સ સાથે સંલગ્ન કાર્યોથી ફાયદો થવાની સંભાવના છે.

મેષ રાશિ

મંગળ આ (Mesh Rashi) રાશિના દસમા ભાવમાં ગોચર કરશે અને એથી કેરિયરમાં ઝડપી ઉન્નતિના યોગ બનશે. નોકરી પ્રમોશન અથવા નવી જવાબદારી આવશે. સરકારી અને વહીવટી ક્ષેત્ર સાથે સંલગ્ન લોકોને આનો વિશેષ લાભ અને મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર શુભ માઘ સ્નાનનો મહાસંયોગ….જાણીએ શુભ મુહૂર્ત અને મહત્વ..!