Dharma & Bhakti/ મકર સંક્રાંતિ પર શુભ માઘ સ્નાનનો મહાસંયોગ….જાણીએ શુભ મુહૂર્ત અને મહત્વ..!

Magh Snan (માઘ સ્નાન ) 14 જાન્યુઆરી, 2026ના રોજ મકર સંક્રાંતિ ના દિવસે કરવામાં આવશે. આ દિવસે માઘ મેળા દરમિયાન, ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય…

Trending Religious Rashifal Dharma & Bhakti
Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત

Dharm & Bhakti: માઘ મેળા (Magh Mela)માં બીજું પ્રમુખ માઘ સ્નાન (Magh Snan) 14 જાન્યુઆરી, 2026ના રોજ મકર સંક્રાંતિ (Makar Sankranti, 14 January, 2026)ના દિવસે કરવામાં આવશે. મકર સંક્રાંતિ તમામ વાર્ષિક સંક્રાંતિઓમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ દિવસે સૂર્ય નારાયણ (Surya) ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે આથી જ આ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ દિવસે માઘ મેળા દરમિયાન, ગંગા નદીમાં સ્નાન કરવું પણ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. તો ચાલો જોઇએ, આ માઘ મેળા દરમિયાન સ્નાનનું શુભ મુહૂર્ત અને મહાત્મ્ય વિશે….

Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત

ઉત્તરાયણના આ દિવસે પતંગબાજીનો આનંદ

ગુજરાત સહિત, સમગ્ર ભારતવર્ષમાં આ દિવસે દાન-ધર્મનો વિશેષ મહિમા હોય છે અને આ દિવસે પતંગ ચગાવી (Kite Flying)ને પણ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારને મનાવે છે.

આ સમય ઘણો જ શુભ , મંગલદાયી અને વિશેષ માનવામાં આવે છે કારણ કે, આ દિવસે પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન, ગંગા નદીમાં સ્નાન કરવું (Ganga Snan) પણ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી હજારો યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના સમયે દાન, ત્યાગ, તપ અને સાધના કરવાથી એનું ફળ અત્યાધિક વધી જાય છે! આ જ કારણે માઘ મેળામાં મકર સંક્રાંતિના અવસરે માઘ સ્નાન (Magh Snan) અને દાન (Daan)નો વિશેષ મહિમા રહેલો છે.

Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત

માઘ મેળો…ગંગા નદીમાં માઘ સ્નાન (Magh Snan)નો મહિમા

માઘનો મેળો પ્રયાગરાજ (Prayagraj)માં આ વખતે 45 દિવસ અર્થાત્ દોઢ મહિનો ચાલશે. વર્ષ 2026માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે અને અનોખો સંયોગ એ છે કે, આ જ દિવસે ષટતિલા એકાદશી (Ekadashi) પણ છે! આથી શાસ્ત્રોક્ત રીતે, આ દિવસે કરવામાં આવેલા સ્નાન (Magh Snan) અને દાનનું મહત્વ બમણું થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોષ પૂર્ણિમા પર સંગમમાં 31 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ (Devotees)એ સ્નાન કર્યું હતુ! હવે મકર સંક્રાંતિ પર આશરે શ્રદ્ધાળુઓ સ્નાન કરશે એવું અનુમાન છે!

ઉત્તરાયણ (Uttarayan) નો અર્થ જ છે ઉત્તર+અયન…મકર સંક્રાંતિને દિવસે સૂર્ય ઉત્તર (North) તરફ અયન કરે છે એટલે કે એ દિશામાં આગળ વધે છે. આ અવસર સૂર્યના આગમનનું પ્રતીક છે અને એને અત્યંત શુભ તથા પુણ્યકારી ક્ષણ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન તથા દાન કરવાથી આત્માની શુદ્ધિ, માનસિક શાંતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે એવું માનવામાં આવે છે.

Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત
ગંગા નદીમાં માઘ સ્નાનનું અનેરુ મહત્વ છે

મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત (Shubh Mahurat)

આ વર્ષે મકર સંક્રાંતિ પર વિશેષ મુહૂર્ત (Shubh Mahurat) બપોરે 3 વાગીને 13 મિનિટે શરુ થશે અને સાંજે 5 વાગીને 20 મિનિટ સુધી રહેશે. આ સમયને મહાપુણ્યકાળ કહેવાય છે. આ સમય અવધિમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને દાન અનેકગણું ફળ આપે છે એવી માન્યતા છે.

બ્રહ્મ મુહૂર્ત સ્નાન

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, માઘ મેળા દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન (Magh Snan) કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વખતે મકર સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્ત પરોઢે 4 વાગીને 51 મિનિટથી શરુ થઇને સવારે 5 વાગીને 44 મિનિટ સુધી વિદ્યમાન રહેશે જે સ્નાન અને ધ્યાન માટે સર્વોત્તમ સમય ગણાય છે.

માઘ મેળામાં મકર સંક્રાતિ સ્નાનનું મહત્વ

મકર સંક્રાતિનું સ્નાન (Magh Snan) આત્મા, અધ્યાત્મ (Spirituality) અને ગહન આસ્થાનો અનેરો સંગમ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં ડૂબકી લગાવનાર શ્રદ્ધાળુ સ્વયંના જીવનમાંથી તમસ, અશાંતિ અને વિઘ્નો દૂર કરવાની કામના કરે છે.

આ દિવસે વિશેષ રુપે દાન, પૂજા અને ભજન કીર્તન કરવામાં આવે છે. મકર સંક્રાતિએ માઘ સ્નાનથી લાખો શ્રદ્ધાળુઓના જીવનનો નવીન પ્રારંભ અને અધ્યાત્મિક પુનર્જન્મ થાય છે.

Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત

માઘ મેળામાં આ 5 સ્નાનનો અનેરો મહિમા

1. પોષ પૂર્ણિમા સ્નાન

3 જાન્યુઆરી 2026 થી આ માઘ મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ પ્રથમ દિને સંગમમાં સ્નાન (Magh Snan) કરવાથી પૂર્વજોના દિવંગત આત્માને તૃપ્તિ મળે છે.

2. માઘ પૂર્ણિમા સ્નાન

17 જાન્યુઆરી 2026ના રોજ માઘ પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન-ધ્યાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા પ્રચલિત છે.

Magh Snan, માઘ સ્નાન, મકર સંક્રાંતિ, ગંગા, શુભ મુહૂર્ત

3. મકર સંક્રાંતિ સ્નાન

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય નારાયણનું ઉત્તર દિશામાં પ્રયાણ થાય છે આથી આ દિવસે સંગમમાં સ્નાન (Magh Snan) કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

4. મૌની અમાવસ્યા સ્નાન

મૌની અમાવસ્યા (Mauni Amavasya)ના દિવસે, 18 જાન્યુઆરી 2026 ના રોજ મૌન રાખવાથી અને સંગમમાં નહાવાથી આત્મિક શાંતિ મળે છે એવા આસ્થા છે.

5. મહાશિવરાત્રિ સ્નાન

આ માઘ મેળાનું સમાપન મહાશિવરાત્રિ (Mahashivratri)ના દિવસે થાય છે જે 15 ફેબ્રુઆરી 2026 ના રોજ થશે. આ દિવસે સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!