Not Set/ ભારતમાં દરરોજ ૬,૨૫,૦૦૦ બાળકો ફૂકી રહ્યા છે સિગારેટ, જુઓ આ રિપોર્ટ

દિલ્લી, ગ્લોબલ ટોબેકો એટલાસ દ્વારા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા ભારત માટે ચિંતાજનક જોવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટોબેકો એટલાસના રિપોર્ટ મુજબ, ભારતમાં ૧૦ થી ૧૪ વર્ષના ૬,૨૫,૦૦૦ બાળકો સિગારેટ ફૂકી રહ્યા છે. અમરિકાન કેન્સર સોસાયટી અને યુએસ-આધારિત મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ દ્વારા બનાવવામાં આવેલા રિપોર્ટ મુજબ, દર વર્ષે ભારતમાં ૯,૩૨,૬૦૦ થી વધુ લોકો ધ્રુમપાન અને તેની […]

India

દિલ્લી,

ગ્લોબલ ટોબેકો એટલાસ દ્વારા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા ભારત માટે ચિંતાજનક જોવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટોબેકો એટલાસના રિપોર્ટ મુજબ, ભારતમાં ૧૦ થી ૧૪ વર્ષના ૬,૨૫,૦૦૦ બાળકો સિગારેટ ફૂકી રહ્યા છે.

અમરિકાન કેન્સર સોસાયટી અને યુએસ-આધારિત મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ દ્વારા બનાવવામાં આવેલા રિપોર્ટ મુજબ, દર વર્ષે ભારતમાં ૯,૩૨,૬૦૦ થી વધુ લોકો ધ્રુમપાન અને તેની સાથે સંકળાયેલા ટોબેકોના કારણે મૃત્યુ પામે છે જે એક સપ્તાહમાં ૧૭,૮૮૭ લોકોના જીવનનો દાવો કરે છે.

રિપોર્ટના આંકડા મુજબ, ભારતમાં ૧૫ વર્ષથી વધુ વયના ૧૦૩ મિલિયન લોકો દરરોજ સિગારેટ પીવે છે અને આ ધુમ્રપાનની આર્થિક કિંમત ૧,૮૧,૮૬૯૧ થાય છે. આ કિંમતમાં સ્વાસ્થ્ય સંભાળની સીધી કિંમત અને પ્રારંભિક મૃત્યુ અને માંદગીથી થતી ઉત્પાદકતાના પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે.

ભારતમાં માધ્યમ માનવ વિકાસ ઈન્ડેક્સ (એચડીઆઇ) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ કરતા ઓછા બાળકો સિગારેટનું ધૂમ્રપાન કરે છે પરંતુ આ રિપોર્ટ મુજબ દેશમાં ૪,૨૯,૫૦૦થી વધુ છોકરાઓ અને ૧,૯૫,૫૦૦ જેટલી છોકરીઓ સિગારેટને દૈનિક લેતા જોવા મળે છે.

ભારતમાં પુરૂષો દૈનિક સ્ત્રીઓ કરતાં વધુ સિગારેટનું ધુમ્રપાન કરે છે, જેની સંખ્યા અનુક્રમે ૯૦ લાખ અને ૧૩ મિલિયન થાય છે. જયારે ૧૭.૧ કરોડ લોકો ધૂમ્રપાન માટે તમાકુનો ઉપયોગ કરે છે, જે મોં અને ગળાના કેન્સરનું અગ્રણી કારણ છે.

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલના વરિષ્ટ કેન્સર ડોક્ટર પંકજ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, હજુ પણ દેશમાં ઘણા બધા તમાકુના ઉપયોગને અટકાવવા માટે જરૂરી છે, જે કાર્ડિયો-વાહિની રોગો, સ્ટ્રોક, પલ્મોનરી રોગો અને અમુક પ્રકારનાં કેન્સરના અગ્રણી કારણોમાંનું એક છે.

રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૬માં અંદાજે ૮૨.૧૨ બિલિયન સિગારેટનું દેશમાં ઉત્પાદન કરવામાં આવે છે. ૨૦૧૬માં વિશ્વની છ સૌથી મોટી તમાકુ કંપનીઓની સંયુક્ત આવક ૩૪૬ બિલિયન ડોલર કરતાં પણ વધુ હતી, જે ભારતની કુલ રાષ્ટ્રીય આવકના ૧૫ % જેટલી છે.