રાજકોટ માટે ગૌરવ સમાન કહી શકાય તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.રાજકોટ અને સુરત ના પૂર્વ કલેકટર રહી ચૂકેલા અને હાલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના IAS અધિકારી ડોક્ટર રાજેન્દ્ર કુમારની બલ્ડ બેંકમાં નિમણૂક કરવામાં આવી છે.રાજકોટના પૂર્વ કલેકટર અને હાલમાં પીએમઓમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્રકુમારની વર્લ્ડ બેંકમાં નિમણૂંક કરવામાં આવી છે.
ડૉ.રાજેન્દ્ર કુમારે રાજકોટ શહેરમાં વર્ષ 2011 થી 2014 દરમિયાન કલેક્ટર તરીકે કારભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન સાથે દિલ્હી પહોચ્યા હતાં. વર્તમાન સમયમાં ડો. રાજેન્દ્ર કુમાર પીએમઓમાં ફરજ બજાવીરહ્યાં છે.
ગુજરાત કેડરના 2004 બેંચ ના ડો.રાજેન્દ્ર કુમાર 2011 થી 2014 સુધી રાજકોટ કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ 2014 થી 2016 સુરત કલેકટર તરીકે સેવાઓ આપી હતી અને ત્યારબાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક થતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સેવા બજાવી રહ્યા છે. વોશિંગ્ટન ડી.સી.માં વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના એડવાઈઝર તરીકે આગામી ત્રણ વર્ષ માટે ડો.કુુુુુુમારની નિમણૂંક થઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…