Viral Video/ વાઘને એક વાંદરાએ કઈ રીતે ભણાવ્યો પાઠ, જુઓ આ ખાસ વીડિયો

આજનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે, જ્યાં કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે, જેને જોઇને લોકો પણ ચકિત થઇ જતા હોય છે.

Videos
A 168 વાઘને એક વાંદરાએ કઈ રીતે ભણાવ્યો પાઠ, જુઓ આ ખાસ વીડિયો

આજનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે, જ્યાં કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે, જેને જોઇને લોકો પણ ચકિત થઇ જતા હોય છે. આ વાયરલ વિડીયોમાં તમે એ પણ જોતા હોવ છો કે, સિંહ હોય કે વાઘ જેવા મોટા પ્રાણીઓ પર ક્યારેક વાંદરા જેવા પ્રાણીઓ ભારે પડતા હોય છે.

આ જ પ્રકારે એક વાઘ પર ચતુર વાંદરો ભારે પડ્યો છે અને પ્રવીણ આંગુસામી નામના એક ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસરે ટ્વિટર પર ૩૦ સેકન્ડનો‍ એક વિડિયો શૅર કર્યો છે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, જેમાં વાનરનો શિકાર કરવાની કોશિશ કરનાર વાઘને વાનર કઈ રીતે હાથતાળી આપીને છટકી જાય છે એ દેખાય છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે, ઝાડની ડાળી પર બેસેલા વાનરને જોઈને વાઘ એનો શિકાર કરવાના પ્રયાસથી ઝાડ પર ચડવાની કોશિશ કરે છે.

આ સમયે વાઘ વાનરની નજીકમાં જ હોય છે અને એના પર ઝપટવાની તૈયારીમાં જ હોય છે અને અચાનક વાનર ઝાડની એ ડાળી છોડીને બીજી ડાળી પર કૂદકો મારે છે. વાનર અચાનક કૂદવાથી વાઘનું બૅલૅન્સ છટકી જાય છે અને વાઘ ઝાડ પરથી નીચે પડી જાય છે. ઝાડ પરથી પડ્યા બાદ વાઘ રોષમાં ઘૂરકે છે.