Not Set/ સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનો મોટો નિર્ણય/ હવે આ નવી ગાઈડલાઈન અનુસાર કરવું પડશે કાર્ય…

ગુજરાત રાજ્યમાં અનલોક 1.0માં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત ખાતે કોરોના કેસ નો રાફડો ફટયો છે. સુરતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતાઓ . 250 થી વધુ રત્ન કલાકારો કોરોનની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેને લઈને આજ રોજ સુરત ડાયમન્ડ […]

Gujarat Surat
474e45402e48f520b009530a096ab07e સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનો મોટો નિર્ણય/ હવે આ નવી ગાઈડલાઈન અનુસાર કરવું પડશે કાર્ય...

ગુજરાત રાજ્યમાં અનલોક 1.0માં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુરત ખાતે કોરોના કેસ નો રાફડો ફટયો છે. સુરતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતાઓ . 250 થી વધુ રત્ન કલાકારો કોરોનની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેને લઈને આજ રોજ સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીની બેઠક મળી હતી.

જેમાં કોરોનાના કેસ વધવા પાછળ કારખાનાઓમાં કોરોના અંગેની ગાઈડલાઇન્સનું પાલન ન થઈ રહ્યાનું લાગી રહ્યું છે. આ મામલે હવે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.  જે પ્રમાણે કોઈ યુનિટમાં ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એક કેસ પોઝિટિવ આવે ત્યારે જે તે વિભાગ બંધ કરવામાં આવશે. ડાયમંડ એસોસિએશન સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સાથે સાથે ડાયમન્ડ સેફ વોલ્ટ શનિ રવિ બંધ રાખવા અને એક હીરા ઘંટી પર માત્ર 2 જણા બેસે તેવો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરા પેકેટ ને ખાસ સેનેટાઇઝ કરવામાં આવશે. અને પછી જ  આગળ મોકલવામા આવશે. સુરત ડાયમન્ડ એસોસિએશનની ટીમ બનાવવામાં આવશે. તે પણ ખાતામાં અને યુનિટોમાં  જઈ ઇન્સ્પેકશન કરશે. હીરા બજાર :- મિનિબજાર, મહિધરપુરા હીરા બજાર, ચોકસી બજાર શનિ રવિ બંધ રાખવા નિર્ણય કરાયો છે. સૌથી વધુ મોટી સંખ્યામાં ડાયમન્ડ  વેપારીની હીરા બજારોમાં ભીડ થતી હોય છે.

આ ઉપરાંત કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળા અને ગરમ પાણી આપવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. પહેલા ઉદ્યોગ બંધ કરવાની વાત હતી પરંતુ આવો કોઈ નિર્ણય ન કરતા નિયમો વધારે કડક કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.