Not Set/ ફૂટબોલ ખેલાડી પોતાની બાળકીને લઇને ભટકતો રહ્યો, હોસ્પિટલ તંત્રએ ન કરી દાખલ અને પછી…

કોરોનાનો કહેર દેશમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. વાયરસની ઝપટમાં બાળકો અને વૃદ્ધ જલ્દી આવી શકતા હોવાના કારણે તેમને ઘરની બહાર ન આવવા કહેવામા આવી રહ્યુ છે. પરંતુ આ દરમિયાન ઘણા એવા લોકો પણ છે કે જે કોરોના સિવાયની બિમારીથી લડી રહ્યા છે જેમને હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ વધારે હોવાના કારણે દખલ પણ નથી કરવામા આવી રહ્યા. […]

Sports
d3dffc8eac1a4f9f95e86e5aff1e7baa 1 ફૂટબોલ ખેલાડી પોતાની બાળકીને લઇને ભટકતો રહ્યો, હોસ્પિટલ તંત્રએ ન કરી દાખલ અને પછી...

કોરોનાનો કહેર દેશમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. વાયરસની ઝપટમાં બાળકો અને વૃદ્ધ જલ્દી આવી શકતા હોવાના કારણે તેમને ઘરની બહાર ન આવવા કહેવામા આવી રહ્યુ છે. પરંતુ આ દરમિયાન ઘણા એવા લોકો પણ છે કે જે કોરોના સિવાયની બિમારીથી લડી રહ્યા છે જેમને હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ વધારે હોવાના કારણે દખલ પણ નથી કરવામા આવી રહ્યા. આવી જ એક ઘટના કોલકાતાની ક્લબ લાઇબેરિયન તરફથી રમતા ફૂટબોલ ખેલાડી અંશુમન ક્રોમાહની બાળકી સાથે બની છે.

ક્રોમાહ અને તેની પત્નીને તેમના નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે મોટાભાગની હોસ્પિટલોએ તેમની બાળકીને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેઓ કહી રહ્યા હતા કે હોસ્પિટલ સ્ટાફ કોવિડ-19 દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે. ક્રોમાહે કહ્યું કે, તેની પુત્રી બિંદુની હાલત હવે સારી છે અને બાળકીને પાર્ક સ્ટ્રીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગત વર્ષે કોલકતા ફૂટબોલ લીગ (સીએફએલ) માં ઐતિહાસિક ખિતાબ દરમિયાન પીયરલેસ એસસીનું નેતૃત્વ કરનાર ક્રોમાહ ગત અઠવાડિયે પિતા બન્યા હતા, પરંતુ તેમની નવજાત પુત્રી કમળાનાં સંકેતો દેખાવવા લાગ્યા. ક્રોમાહ અને પૂજા બિંદુને શ્યામબજાર નર્સિંગ હોમમાં લઈ ગયા જ્યાં તેનો જન્મ થયો હતો, પરંતુ પલંગ ઉપલબ્ધ ન હોવાથી તેને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

ક્રોમાહે મંગળવારે આઈએએનએસને કહ્યું કે તેણી હવે સારી છે અને અમે ડોક્ટરનાં રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ક્રોમાહે કહ્યુ કે, બાળકીને દાખલ કરવવામાં મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હું મારી પુત્રી સાથે ત્રણ જુદી જુદી હોસ્પિટલોમાં ગયો અને એક હોસ્પિટલે ત્રણ કલાક બેસાડીને પ્રવેશ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.