Not Set/ હોકી આઈકોન કહેવાતા બલબીર સિંહ સિનિયરનું સોમવારે સવારે થયુ નિધન

છેલ્લાં બે અઠવાડિયાથી વિવિધ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા ત્રણ વખતનાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવનારા બલબીરસિંહ સિનિયરનું સોમવારે અવસાન થયું છે. 95 વર્ષીય બલબીર સિંહનાં પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્રો કંવલબીર, કરણબીર અને ગુરબીર છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલનાં ડિરેક્ટર અભિજિતસિંહે પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે, “તેમનું સવારે 6.30 વાગ્યે અવસાન થયું હતું.” બલબીર સિનિયરને 8 […]

Sports
1d7b30f74e1b0cfd90f9469e7ad1b0b6 હોકી આઈકોન કહેવાતા બલબીર સિંહ સિનિયરનું સોમવારે સવારે થયુ નિધન

છેલ્લાં બે અઠવાડિયાથી વિવિધ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા ત્રણ વખતનાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવનારા બલબીરસિંહ સિનિયરનું સોમવારે અવસાન થયું છે. 95 વર્ષીય બલબીર સિંહનાં પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્રો કંવલબીર, કરણબીર અને ગુરબીર છે.

મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલનાં ડિરેક્ટર અભિજિતસિંહે પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે, “તેમનું સવારે 6.30 વાગ્યે અવસાન થયું હતું.” બલબીર સિનિયરને 8 મે નાં રોજ ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. 18 મે થી તે અર્ધ સભાન અવસ્થામાં હતા અને તેમના મગજમાં લોહીનો ગંઠ્ઠો થઇ ગયો હતો. ફેફસામાં ન્યુમોનિયા અને હાઈ ફીવર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશનાં મહાનતમ એથલિટોમાં એક બલબીર સિનિયર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિંક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલા આધુનિક ઓલમ્પિંક ઈતિહાસનાં 16 મહાનતમ ઓલમ્પિયનોમાં સામેલ હતા. હેલસિંકી ઓલિમ્પિંક ફાઇનલ્સમાં નેધરલેન્ડ્સ સામે તેમના પાંચ ગોલનો રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી.

આપને જણાવી દઇએ કે, બલબીર તે ભારતીય ટીમનો ભાગ હતા કે જેણે લંડન ઓલિમ્પિક્સ-1948, હેલસિંકી ઓલિમ્પિક્સ-1952 અને મેલબોર્ન ઓલિમ્પિક-1956 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1952 ની ઓલિમ્પિક ગેમ્સની સુવર્ણ ચંદ્રક મેચમાં, બલબીરે નેધરલેન્ડ્સ સામે પાંચ ગોલ કર્યા અને ભારતને 6-1થી જીત અપાવી હતી. બલબીર વર્લ્ડ કપ 1971માં બ્રોન્ઝ અને વર્લ્ડ કપ 1975 જીતનાર ભારતીય ટીમનાં મુખ્ય કોચ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.