Not Set/ સ્ટાર ખેલાડી સેરેનાને બે સીધા સેટમાં હરાવી એન્જેલીક વિમ્બલડન ચેમ્પિયન

લંડન, અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પોતાના કેરિયરના ૨૪માં ગ્રાન્ડસ્લેમથી વંચિત રહી ગઈ હતી.જર્મની ની 11મો રેન્ક ધરાવતી એન્જેલીક કર્બરે સરેનાને 6-3 6-3 સીધા સેટમાં હરાવી વિમ્બલડનનો તાજ જીત્યો હતો. 1996 બાદ એંજેલીક પહેલી જર્મન મહિલા  ખેલાડી છે જેણે વિમ્બલ્ડન ટુર્નામેન્ટ જીતી હોય. ટોપ રેન્કની ખેલાડી સેરેનાએ દસમી વખત વિમ્બલ્ડનની ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ […]

Top Stories Trending Sports
images 7 સ્ટાર ખેલાડી સેરેનાને બે સીધા સેટમાં હરાવી એન્જેલીક વિમ્બલડન ચેમ્પિયન

લંડન,

અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પોતાના કેરિયરના ૨૪માં ગ્રાન્ડસ્લેમથી વંચિત રહી ગઈ હતી.જર્મની ની 11મો રેન્ક ધરાવતી એન્જેલીક કર્બરે સરેનાને 6-3 6-3 સીધા સેટમાં હરાવી વિમ્બલડનનો તાજ જીત્યો હતો.
1996 બાદ એંજેલીક પહેલી જર્મન મહિલા  ખેલાડી છે જેણે વિમ્બલ્ડન ટુર્નામેન્ટ જીતી હોય.

ટોપ રેન્કની ખેલાડી સેરેનાએ દસમી વખત વિમ્બલ્ડનની ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ફાઈનલમાં સેરેના જર્મનીની એન્જેલિક કર્બર સામે હારી હતી.

અમેરિકાની ૨૫મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સે જર્મનીની ૧૩મી ક્રમાંકિત જુલિયા જોર્જેજને ૬-૨, ૬-૪થી હરાવી ૩૦મી વાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જયારે જર્મનીની એન્જેલિક કર્બરે પ્રથમ સેમિફાઈનલ મેચમાં લાટવિયાની પૂર્વ ફ્રેંચ ઓપન ચેમ્પિયન યેલેના ઓસ્ટાપેંકોને માર ૬૭ મિનિટમાં ૬-૩, ૬-૩થી સીધા સેટોમાં હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

મહત્વનું છે કે, સેરેના વિલિયમ્સ ગત વર્ષે પોતાની દિકરી ઓલંપિયાને જન્મ આપ્યા બાદ પહેલીવાર કોઈ ગ્રેંડસ્લેમની ફાઈનલમાં પહોચી હતી.