Not Set/ ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ

નવી દિલ્હી, ઈંગ્લેંડના પૂર્વ કેપ્તન અને સફળ ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ભારત સામે ઓવલના ગ્રાઉન્ડ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ કૂકના કેરિયરની છેલ્લી મેચ હશે. ઈંગ્લેંડની ટીમના સૌથી સફળ બેટ્સમેનમાંના એક કૂકે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં અત્યારસુધીમાં ૧૬૦ ટેસ્ટ મેચ રમી છે અને આ ટેસ્ટમાં ૧૨૨૫૪ રન બનાવ્યા છે, […]

Sports
C3 QVg7XUAAGvNz ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ

નવી દિલ્હી,

ઈંગ્લેંડના પૂર્વ કેપ્તન અને સફળ ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ભારત સામે ઓવલના ગ્રાઉન્ડ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ કૂકના કેરિયરની છેલ્લી મેચ હશે.

DmKiHRtVsAEHdGl ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ
sports-england alastair-cook-announces-retirement-international-cricket-play-last-test-match-against-india

ઈંગ્લેંડની ટીમના સૌથી સફળ બેટ્સમેનમાંના એક કૂકે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં અત્યારસુધીમાં ૧૬૦ ટેસ્ટ મેચ રમી છે અને આ ટેસ્ટમાં ૧૨૨૫૪ રન બનાવ્યા છે, જેમાં ૩૨ સદીનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેંડની ટીમના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક હાલ પોતાના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ભારત સામે રમાયેલી ચાર ટેસ્ટમાં કૂકે એકજ એક પણ ફિફ્ટી ફટકારી શક્યા ન હતા, ત્યારે પ્લેઇંગ ઇલેવનમાં પોતાના સ્થાન અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા.

એલિસ્ટર કૂકની વાત કરવામાં આવે તો, ઈંગ્લેંડની ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌથી વધુ ૧૬૦ મેચ રમવાનો અને ૧૨૨૫૪ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

dc Cover gljs9cjpls48krstkusub0uie3 20171228171804.Medi ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ
sports-england alastair-cook-announces-retirement-international-cricket-play-last-test-match-against-india

કૂકે ક્રિકેટને અલવિદા કહેતા જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી ઘણા વિચારો બાદ હું એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ભારત સામે રમાનારી ઓવલ ટેસ્ટ એ મારા કેરિયરનીન અંતિમ ટેસ્ટ હશે”.

ઈંગ્લેંડના અપૂર્વ કેપ્ટન કૂકે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૬માં ભારત વિરુધ નાગપુરમાં કરી હતી. કૂકે પોતાના કેરિયર દરમિયાન ૫૯ મેચોમાં ટીમની કમાન સંભાળી હતી. કૂકના નેતૃત્વમાં ૫૯ મેચોમાંથી ૨૪ મેચમાં જીત મેળવવામાં ઈંગ્લેંડની ટીમે સફળતા મેળવી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી રન બનાવવાના મામલે કૂક હાલમાં છઠ્ઠા સ્થાને છે. કૂકની આગળ સચિન તેંડુલકર ૧૫,૯૨૧ રન, રિકી પોન્ટિંગ ૧૩,૩૭૮ રન, જેક્સ કાલિસ ૧૩,૨૮૯ રન, રાહુલ દ્રવિડ ૧૩,૨૮૮ રન અને કુમાર સંગાકારા ૧૨,૪૦૦ રન બનાવી ચુક્યા છે.