બીસીસીઆઈએ બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી દીધી છે. આ ટીમને આશ્ચર્યચકિત કરશે કારણ કે એડિલેડમાં ખરાબ પરાજય બાદ કેટલાક મોટા ફેરફારોની અપેક્ષા હતી અને આ બન્યું છે. વિરાટ કોહલી અને મોહમ્મદ શમીનાં વિદાયથી અપેક્ષિત ફેરફારો થયા છે પરંતુ શુભમન ગિલને શરૂઆતની જોડીમાં સ્થાન મળ્યું છે. આ ગિલનો ટેસ્ટ ડેબ્યૂ હશે.

અહી સ્પષ્ટ થયુ છે કે, પૃથ્વી શો પોતાનું સ્થાન બચાવવામાં નિષ્ફળ ગયો છે. એડિલેડની બંને ઇનિંગમાં 4 રન બનાવનાર શો ને બેંચ પર રાહ જોવી પડશે. જ્યારે બીજો બદલાવ પંત તરીકે સાહાની જગ્યાએ કરવામાં આવે છે. જો કે, એડિલેડનો બીજો ફ્લોપ બેટ્સમેન હનુમા વિહારી પણ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. એટલે કે કે.એલ.રાહુલને તક આપવામાં આવી નથી.

હવે ફીટ રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત શમ્મીને સ્થાને મોહમ્મદ સિરાજને લેવામાં આવ્યો છે. આમ, આ મેચમાં ભારતનાં બે ખેલાડીઓ શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનું ડેબ્યૂ જોવા મળશે એટલે કે ભારત આ મેચમાં 5 બોલરો સાથે ઉતરી રહ્યો છે, જેમા 2 સ્પિન ઓલરાઉન્ડર છે.
ટીમ ઈન્ડિયા

મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન), અજિંક્ય રહાણે (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
JUST IN: India announce their playing XI for the Boxing Day Test 👀
🧢 Shubman Gill, Mohammad Siraj to debut
🏏 Ravindra Jadeja 🔙 as the all-rounder
🧤 Rishabh Pant to take the gloves pic.twitter.com/RwjDS4j1X5— ICC (@ICC) December 25, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
