IND vs ENG/ કોહલીની વિકેટ લીધા બાદ અનિલ કુમ્બલેને યાદ કરવા લાગ્યો Anderson

ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય પર આઉટ કરી એન્ડરસને ભૂતપૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી દીધી છે.

Top Stories Sports
11 136 કોહલીની વિકેટ લીધા બાદ અનિલ કુમ્બલેને યાદ કરવા લાગ્યો Anderson

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ઝડપી બોલર જેમ્સ એન્ડરસને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય પર આઉટ કરી એન્ડરસને ભૂતપૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી દીધી છે.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / ભારતીય પુરુષ હોકી ટીમનાં કેપ્ટને બોન્જ મેડલ કોવિડ વોરિયર્સને કર્યો સમર્પિત

વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને બોલરની રાઇવલરી કયો ક્રિકેટનો ફેન જોવા નહી માંગે? પરંતુ 2021 નાં ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતમાં જેમ્સ એન્ડરસને બાજી મારી બન્ને વચ્ચેની આ રાઇવલરીમાં જીત મેળવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે જેમ્સ એન્ડરસને પ્રથમ બોલ પર ગોલ્ડન ડક ફટકારીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જણાવી દઇએ કે, એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો બોલર બની ગયો છે. તેણે વિરાટ કોહલીની વિકેટ લીધા બાદ મહાન સ્પિનર ​​અનિલ કુંબલેની 619 ટેસ્ટ વિકેટની બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર એન્ડરસન માત્ર શ્રીલંકાનાં મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરન (800 વિકેટ) અને ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ લેગ સ્પિનર ​​શેન વોર્ન (708 વિકેટ) થી પાછળ છે. એન્ડરસન ટેસ્ટમાં વિકેટની દ્રષ્ટિએ સૌથી સફળ ફાસ્ટ બોલર છે.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / કુશ્તીમાં રવિ દહિયાને હરાવવા કઝાકિસ્તાનના આ ખેલાડીએ આ જગ્યાએ બટકું ભરી લીધું

એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9 મી વખત વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે. એન્ડરસને કોહલીને સૌથી વધુ વખત આઉટ કર્યો છે એટલું જ નહીં, તેણે ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને ટીમ ઈંન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ ઘણી વખત પોતાનો શિકાર બનાવ્યો છે. એન્ડરસને સચિનને ​​12 વખત અને ધોનીને 10 વખત પોતાનો શિકાર બનાવ્યો છે. નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં એન્ડરસને અત્યાર સુધી 13 ઓવરની બોલિંગમાં 15 રન આપીને બે વિકેટ લીધી છે.