Not Set/ video: વરસાદી સ્થિતિને લઈને જિલ્લા તંત્રને કરાયા સતર્ક, અધિકારીઓની બોલવવામાં આવી બેઠક

ગાંધીનગર દક્ષિણ ગુજરાત માં પડી રહેલા વરસાદ ને લઈ ને સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદ ની એક બેઠક બોલવાઈ હતી. રાજ્યના રાહત કમિશનર કોઠારી એ જણાવ્યું હતું કે, વલસાડ, નવસારી, ભરૂચના તમામ જિલ્લાના કલેક્ટર સાથે તેઓ કોન્ટેકટમાં છે. હાલ જ્યાં ભારે વરસાદ છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. બેઠકમાં આવનાર 48 કલાકમાં જ્યાં ભારે […]

Top Stories Trending Videos
acidant 14 video: વરસાદી સ્થિતિને લઈને જિલ્લા તંત્રને કરાયા સતર્ક, અધિકારીઓની બોલવવામાં આવી બેઠક

ગાંધીનગર

દક્ષિણ ગુજરાત માં પડી રહેલા વરસાદ ને લઈ ને સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદ ની એક બેઠક બોલવાઈ હતી. રાજ્યના રાહત કમિશનર કોઠારી એ જણાવ્યું હતું કે, વલસાડ, નવસારી, ભરૂચના તમામ જિલ્લાના કલેક્ટર સાથે તેઓ કોન્ટેકટમાં છે.

હાલ જ્યાં ભારે વરસાદ છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. બેઠકમાં આવનાર 48 કલાકમાં જ્યાં ભારે વરસાદની આગાહી છે. ત્યાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના તંત્રને એલર્ટ રહેવા કહેવાયું છે.

તો તાપીમાં વ્યારા સહિત ડોલવણ, વાલોડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડોલવણમાં સવારથી લઈને અત્યાર સુધી સાત ઇંચ વરસાદ વરસ્યો છે. વ્યારા અને વાલોડમાં પણ સવારથી સતત વરસાદ વરસ્યો. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સોનગઢ, ઉચ્છલ અને નિઝરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી તાપી જિલ્લામાં ખેડૂતો મેઘરાજાની રાહ જોતાં હતાં. ત્યારે મેઘરાજાની મહેર થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી..