Loksabha Election 2024/ દિલ્હીમાં AAP-કોંગ્રેસ ગઠબંધન, 4-3ની ફોર્મ્યુલા પર લડશે લોકસભા ચૂંટણી, ક્યાંથી કોણ ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી 2024ને લઈને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 22T145406.929 દિલ્હીમાં AAP-કોંગ્રેસ ગઠબંધન, 4-3ની ફોર્મ્યુલા પર લડશે લોકસભા ચૂંટણી, ક્યાંથી કોણ ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી 2024ને લઈને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગની 4-3 ફોર્મ્યુલાને મંજૂરી મળી શકે છે. આવી સ્થિતિમાં આ ફોર્મ્યુલામાં બંને પક્ષોને કેટલો ફટકો પડે છે તે આપણે જાણીએ છીએ. AAP 4 સીટો પર ચૂંટણી લડી શકે છે જયારે કોંગ્રેસ 3 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને પૂર્વ, ઉત્તર પૂર્વ અને ચાંદની ચોક બેઠકો આપી શકે છે. જ્યારે માં આમ આદમી પાર્ટી પોતે નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા આપી છે. એટલે કે આમ આદમી પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટો માંગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસની એક સીટની માંગને કારણે હજુ સુધી ગઠબંધન અને આ મહત્વની બેઠકને લઈને જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

બેઠકોને લઈને મતભેદ

લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં બેઠકોની વંહેચણીને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચેની લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ મામલે હજુ પણ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો અને ચર્ચા-વિચારણાનો દોર ચાલુ છે. ત્યારે મીડિયા વર્તુળમાં આપ-કોંગ્રેસ ગઠબંધનને લઈને મિશ્ર બાબતો વિવાદમાં જોવા મળી. એક બાજુ કહેવાઈ રહ્યું છે કે આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડ આવી છે, અને એમ પણ કહેવાય છે કે બંને પક્ષો વચ્ચે બેઠકોની વંહેચણી થઈ ગઈ છે તો બીજી બાજુ કહેવાય છે કે શીટ શેરિંગને લઈને મતભેદ સર્જાયા છે. બંને પક્ષોને લઈને થઈ રહેલ આ પ્રકારના દાવા વચ્ચે મુખ્ય પ્રધાન કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સીટ એડજસ્ટમેન્ટ માટેની વાટાઘાટો “અંતિમ તબક્કામાં” છે અને ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે જોડાણની જાહેરાત કરવામાં આવશે.

AAP, Congress understood to be in touch for alliance in Delhi | Delhi News - Times of India

AAP દ્વારા 4-3 ફોર્મ્યુલાને લઈને આપવામાં આવેલી દલીલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં એકપણ સીટ મળી નથી. તે જ સમયે AAP એ પણ દલીલ કરે છે કે MCD ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે. દિલ્હી લોકસભાની સાત સીટો પર હાલમાં ભાજપનો કબજો છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP બંને જીતી શક્યા ન હતા.

કોંગ્રેસ-આપ આ સીટો પર ચૂંટણી લડી શકે છે?

AAP ની સંભવત બેઠકો

1. નવી દિલ્હી
2. ઉત્તર પશ્ચિમ દિલ્હી
3. પશ્ચિમ દિલ્હી
4. દક્ષિણ દિલ્હી

કોંગ્રેસની બેઠકો

1. પૂર્વ દિલ્હી
2. ઉત્તર પૂર્વ દિલ્હી
3. ચાંદની ચોક

2019ના પરિણામો 

2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસને 23 ટકા વોટ મળ્યા છે, જ્યારે AAPને 18 ટકા વોટ શેર મળ્યા છે. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ 5 સીટો પર બીજી પાર્ટી બની હતી, જ્યારે આમ આદમી પાર્ટી 2 સીટો પર બીજી પાર્ટી હતી.

નોંધનીય છે કે દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે અને તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે છે. AAP સૂત્રોએ સંકેત આપ્યો કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય તો પાર્ટી આગામી થોડા દિવસોમાં તેના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આમ આદમી પાર્ટી (AAP) પંજાબમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને પક્ષો વચ્ચે થશે ગઠબંધન કે પછી બેઠકોને લઈને પડશે તિરાડ આગામી સમય કહેશે.