સુરત,
સુરત શહેરમાં આડેધડ દબાણ કરવામાં આવ્યા છે.જેના કારણે ટ્રાફિક તેમજ અન્ય સમસ્યાઓ દિવસે ને દિવસે જટિલ બનતી જાય છે. આ સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્રારા નોટિસો પણ આપવામાં આવી હતી.
તેમ છતાં દબાણકારોએ અવગણના કરી સ્વેચછાએ દબાણ નહિ હટાવતાં મહાનગરપાલિકા દ્રારા દબાણકારો સામે લાલ આંખ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઞૂંબેશ હાથ ધરી હતી. જેમાં પાંડેસરા પાલિકા દ્રારા મેગા ડિમોલિશનમાં 250 કરતા વધુ મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું હતું.