Not Set/ ચીનના પેટમાં રેડાયું તેલ, પહેલીવાર POKને ભારતનો ભાગ બતાવી આપ્યા મોટા સંકેત

નવી દિલ્હી, પાડોશી કટ્ટર દેશ ચીનની નીતિમાં મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. ચીન દ્વારા પહેલીવાર પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK)ને ભારતનો ભાગ બતાવ્યું છે. સરકારી ચેનલ CGTN દ્વારા પોતાની રિપોર્ટીંગ દરમિયાન POKને ભારતના નકશામાં બતાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન POK (પાક. અધિકૃત કાશ્મીર)ને પોતાના મિત્ર સમાન દેશ પાકિસ્તાનનો ભાગ બતાવી રહ્યું […]

Top Stories World Trending
china ચીનના પેટમાં રેડાયું તેલ, પહેલીવાર POKને ભારતનો ભાગ બતાવી આપ્યા મોટા સંકેત

નવી દિલ્હી,

પાડોશી કટ્ટર દેશ ચીનની નીતિમાં મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. ચીન દ્વારા પહેલીવાર પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK)ને ભારતનો ભાગ બતાવ્યું છે.

સરકારી ચેનલ CGTN દ્વારા પોતાની રિપોર્ટીંગ દરમિયાન POKને ભારતના નકશામાં બતાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન POK (પાક. અધિકૃત કાશ્મીર)ને પોતાના મિત્ર સમાન દેશ પાકિસ્તાનનો ભાગ બતાવી રહ્યું છે. બીજી બાજુ તેઓ સતત ભારતની નીતિનો વિરોધ કરતા આવ્યા છે.

POK 41214 ચીનના પેટમાં રેડાયું તેલ, પહેલીવાર POKને ભારતનો ભાગ બતાવી આપ્યા મોટા સંકેત
national-china-chinese-media-portrays-pok-part-india-shows-broadcast

CGTN દ્વારા શુક્રવારે પાકિસ્તાનના કરાચીમાં ચીની એમ્બેસી પર થયેલા આતંકી હુમલાના સમાચાર બતાવતા POKને ભારતના નક્શામાં બતાવ્યું હતું.

જો કે આ સ્પષ્ટ નથી કે, આ સરકારી ચેનલ દ્વારા આ પગલું કોઈ ભૂલ કે ખાસ નીતિ હેઠળ ઉઠાવવામાં આવ્યું છે.

નિષ્ણાતો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, ચીનની સરકારી ચેનલ આ પ્રકારની ભૂલ કરી શકતી નથી તેમજ ચેનલ પર સરકારના આદેશ વિના આ પ્રકારની માહિતી બતાવવી એ સંભવ નથી.

main qimg f523e5ba66b6ee3caaa603476a98babc c ચીનના પેટમાં રેડાયું તેલ, પહેલીવાર POKને ભારતનો ભાગ બતાવી આપ્યા મોટા સંકેત
national-china-chinese-media-portrays-pok-part-india-shows-broadcast

બીજી બાજુ POKને ભારતનો ભાગ બતાવવાના કારણે ચીન અને પાકિસ્તાન વચ્ચેના CPEC (ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) પર અસર પડી શકે છે, કારણ કે આ કોરિડોરનો ઘણો ભાગ POKમાંથી પસાર થાય છે.

મહત્વનું છે કે, આતંકીઓ માટે સેફ હેવન ગણાતું પાકિસ્તાન દુનિયાભરમાં એકલું પડી છે અને હાલમાં ચીન સાથે તેની નિકટતા ખૂબ વધારે છે, ત્યારે ચીનનો ભારત પ્રત્યેનો આ સંકેત મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.