Not Set/ 260 કરોડનો વિનય શાહ કૌભાંડ મામલો, CID CRIMEમાં લેણદારોની લાગી લાંબી લાઈનો

ગાંધીનગર, શહેરના પોસ વિસ્તાર એવા થલતેજમાં વિનયશાહ દ્વારા આર્ચર કેર ડિઝીટલ નામની કંપની શરૂ કરી હતી જે કંપનીમાં ગ્રાહકોને રૂ. 4500 થી લઇને 25000 સુધીનું રોકાણ કરીને 12 મહિને 31 હજાર સુધી રકમ આપવાના વાયદા કરાયા હતા. આ કંપનીમાં અત્યાર સુધીમાં રોકાણ કરેલા એક લાખ સાથે 260 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે. આ કંપની […]

Top Stories Gujarat
vadodara reliance plant fire 10 260 કરોડનો વિનય શાહ કૌભાંડ મામલો, CID CRIMEમાં લેણદારોની લાગી લાંબી લાઈનો

ગાંધીનગર,

શહેરના પોસ વિસ્તાર એવા થલતેજમાં વિનયશાહ દ્વારા આર્ચર કેર ડિઝીટલ નામની કંપની શરૂ કરી હતી જે કંપનીમાં ગ્રાહકોને રૂ. 4500 થી લઇને 25000 સુધીનું રોકાણ કરીને 12 મહિને 31 હજાર સુધી રકમ આપવાના વાયદા કરાયા હતા. આ કંપનીમાં અત્યાર સુધીમાં રોકાણ કરેલા એક લાખ સાથે 260 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે.

આ કંપની દ્વારા ઓનલાઇન  2થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને 18 થી 20 ટકા વળતરની લોભામણી જાહેરાત કરવામાં આવતી હતી, તેમજ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાંથી 100 કરતા વધુ એજન્ટો મારફતે એક લાખ જેટલા લોકોના 260 કરોડ ફસાયા છે.

વિનય શાહની નેપાળથી ધરપકડ

260 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી વિનય શાહ તેની ફ્રેન્ડ સાથે નેપાળ ભાગી ગયો હતો. વિનય શાહ નેપાળથી ઝડપાઇ જતા વર્લ્ડ ક્લેવરેકસ આર્ચર digi કંપનીમાં લોકોના કરોડોનું રોકાણ મેળવી કૌભાંડ આચર્યુ હતું. વિનય શાહની નેપાળથી ધરપકડ થતાં નાણાં પરત મેળવવાની આશાએ સીઆઈડી ક્રાઈમમાં લાંબી લાઈનો લગાવી રહ્યાં છે અને પોતાને થયેલી નુકસાનની માહિતી આપી ર હ્યા છે.

લોકો ગાંધીનગર પથિકાશ્રમ પાસે આંટાફેરા

છેલ્લા ત્રણ દિવસથી લોકો ગાંધીનગર પથિકાશ્રમ પાસે આવેલ સહયોગમાં સીઆઈડી ક્રાઈમમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે નેપાળના પોખરાની હોટલમાંથી ઝડપાઈ ગયેલા 260 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિનય શાહની યોજના નેપાળના ગામ લુંબીનીમાં છુપાઈને રહેવાની હતી.

જો કે તેની સ્ત્રીમિત્ર અને નેપાળની વતની ચંદા થાપાની તબિયત સારી ન હોવાથી તેને પોખરાની હોટલમાં રોકાવાની ફરજ પડી હતી. દરમિયાન વિદેશી હુંડીયામણ વટાવવાના પ્રયાસમાં તે પોલીસને હાથમાં આવી ગયો હતો.

11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ

આરોપી વિનય શાહ દ્વારા આ કૌભાંડ બાબતે 11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓ, નેતા તથા મીડિયાના કેટલાક પત્રકારોને પૈસા આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ પત્ર આરોપી વિનય શાહ દ્વારા વાયરલ થયેલ છે. ત્યાર બાદ વિનય શાહ દેશ છોડીને ભાગી ગયો હતો.

નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો

વિનય શાહ નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો ત્યારે તેની પાસે 31 લાખની નેપાળની કરન્સી અને ડોલર પણ હતાં તેવી માહિતી મળી હતી. સીઆઈડી ટીમની ટીમ પણ નેપાળ પહોંચી હતી. ભારત અને આઈબીની ટીમે સાથે મળીને ફરાર વિનય શાહને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મુદ્રા એક્સચેન્જ કરતો તે સમયે પોલીસને શંકા જતા તપાસ હાથધરી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. વિનય શાહ નેપાળમાં સામાન્ય નાગરિકની જેમ રહેતો હતો.

વિનય શાહ સાથે ધરપકડ કરવામાં આવેલી ચંદા થાપા કાઠમંડુની મહિલા છે,ચંદા થાપા દિલ્હીના એક સ્પામાં કામ કરતી હતી. આ મહિલાની ઉંમર 29 વર્ષની છે. જ્યારે તેની પત્નીની હજી કોઈ માહિતી નથી મળી રહી પરંતુ વિનય શાહની પત્ની ભારતમાં હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે..