Not Set/ એકતા યાત્રાના બીજા તબક્કાનો આરંભ : અસલાલીથી મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ આજે ગુરૂવારે તા. 15 નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવ્યો હતો. વિજય રૂપાણી સવારે 9:30 કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. 20 નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે […]

Top Stories Ahmedabad Gujarat
rupani k8IE 621x414@LiveMint 1 એકતા યાત્રાના બીજા તબક્કાનો આરંભ : અસલાલીથી મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ આજે ગુરૂવારે તા. 15 નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવ્યો હતો. વિજય રૂપાણી સવારે 9:30 કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. 20 નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તા. 20 ઓકટોબરથી તા. 29 ઓકટોબર સુધી એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં 59 એકતા રથ દ્વારા 33 જિલ્લાના 171 તાલુકાઓ અને 5471 ગામડાંઓ તથા 6 મહાનગરોના 131 વોર્ડને આવરી લેવાયા છે.

રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના એકતાના સંદેશને જનજનમાં ઊજાગર કરવા યોજાઇ રહેલી આ એકતા યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રામીણ, શહેરી વિસ્તારોના કુલ 16 લાખ 53 હજાર નાગરિકોએ દેશની એકતા માટેના શપથ લીધા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અસલાલીથી આજે શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા ચરણમાં અમદાવાદ જિલ્લાના 45 ગામોને પણ આવરી લેવાશે.

એકતા યાત્રાના પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે સરદાર સાહેબે રજવાડા એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે 182 મીટર ની તેઓની પ્રતિમા ગુજરાતના 182 લોક પ્રતિનિધિઓ ને પ્રેરણા આપશે. સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે હવે આવનારા સમયમાં દેશની આસ્થા સમાન ભગવાન રામનું મંદિર પણ બનાવવામાં આવશે અને ભવ્ય મંદિર બનાવાશે એવી લાગણી વ્યક્ત કરી હતી.