જાહેરાત/ રાજ્યમાં ઉર્જા પરિક્ષા ગેરરીતિ મામલે સરકારે કરી મોટી જાહેરાત,જાણો સમગ્ર વિગત

પરીક્ષાના તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લાગ્યા છે. સીસીટીવી સર્વેલન્સ અને વીડિયોગ્રાફીને સાથે પરીક્ષા લેવાઇ રહી છે. 

Top Stories Gujarat
JITU VAGHANI રાજ્યમાં ઉર્જા પરિક્ષા ગેરરીતિ મામલે સરકારે કરી મોટી જાહેરાત,જાણો સમગ્ર વિગત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ
જેટકો દ્વારા કરાઇ હતી ભરતી પ્રક્રિયા
કૌભાંડની જાણકારી મીડિયા દ્વારા થઇ
NSEIT મુંબઇ દ્વારા ભરતી પ્રક્રિયા થઇ રહી છે
રેલવે પોલીસ, BPCL, HPCLમાં કામ કરી ચૂકી છે
મુખ્યમંત્રીએ વિભાગને તપાસના આદેશ આપ્યા
પરીક્ષાઓમાં સીસીટીવી-વીડિયોગ્રાફી કરાઇ

આજે ગુજરાત સરકારે પત્રકાર પરીષદમાં આ મુદ્દે ખુલાસો કર્યો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 22 સેન્ટર પર 7 જાન્યુઆરી સુધી પરીક્ષા લેવાશે. 34,684 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મહરાષ્ટ્રની એજન્સીને જેટકોએ ભરતી માટેનું કામ આપ્યું છે. NSEIT કંપનીને જેટકોએ ભરતી પરીક્ષાનું કામ આપ્યું છે. પરીક્ષાના તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લાગ્યા છે. સીસીટીવી સર્વેલન્સ અને વીડિયોગ્રાફીને સાથે પરીક્ષા લેવાઇ રહી છે.

વધુમાં કહ્યું કે    કૌભાંડ અંગે ધ્યાન દોરવા બદલ મીડિયાનો આભાર. મેરીટ અને પરીક્ષાની પ્રક્રિયા બાદ પરિણામ જાહેર થતું હોય છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ થશે. મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે. આવતીકાલથી લેવાનારી પરીક્ષામા પણ કોઈ ગેરરીતિ ન કરે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. હાલ લાગેલા આરોપો પુરવાર થશે તો કડક પગલા લેવાશે. પરીક્ષા હાલ યથાવત રહેશે. હવે પછીની 2 દિવસની પરીક્ષા પણ લેવાશે

ભાજપના નેતાનું નામ ખુલતાં હડકંપ મચી ગયો છે.  ભાજપના નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુંલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ અરવલ્લીમાં ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે.  મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી અવધેશ પટેલ રવાના થઈ ગયા હતા. પોલીસ અટકાયતના ડર થી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.