અમદાવાદ/ વસ્ત્રાલના હીટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની કરાઈ હતી હત્યા

મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની હત્યા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે મૃતકની પત્ની અને પ્રેમીએ મળી હત્યા કરાવી હતી. ક્રાઇમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
હીટ એન્ડ રન

થોડા દિવસ પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હવે આ કેસમાં મોટો ખુલાસા થયો છે.  મોર્નિંગ વોક કરવા નિકળેલા યુવકની હત્યા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે મૃતકની પત્ની અને પ્રેમીએ મળી હત્યા કરાવી હતી. ક્રાઇમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી છે.

જણાવીએ કે, છેલ્લા અઢી વર્ષથી મૃતકની પત્ની પ્રેમસંબંધમાં હતી. પત્ની અને તેના પ્રેમીએ 10 લાખની સોપારી આપીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં અન્ય બે આરોપીની સંડોવણી પણ છે.

આપને જણાવી દઈએ કે, 24 જુનના રોજ અમદાવાદમાં હિટ એન્ડ રનની આ ઘટનામાં ગંભીર ઈજા પામેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંકથી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:PM મોદી ગુજરાતમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો:ડોડામાં ભૂકંપના જોરદાર આંચકા, રિએક્ટર સ્કેલ પર નોંધાઈ 3.2ની તીવ્રતા

આ પણ વાંચો: PM મોદીની UAE મુલાકાતથી નારાજ પાકિસ્તાન, સોશિયલ મીડિયા પર ઘડાયું આ ષડયંત્ર