Not Set/ ભાજપના મંત્રી ભૂલ્યા ભાન, અધિકારીઓને આપી ચીમકી, ભાજપને નુકસાન કરવાની ભુલ ન કરે

  ગુજરાતમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા  છે. પરંતુ સત્તાના માળમાં કયાંક નેતાઓ ભાન ભૂલતા પણ થઇ ગયા છે. આવું જ કઈક વડોદરા ખાતે બન્યું છે. રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલ જાહેર મંચ પર પોતાના ભાષણમાં ભાન ભૂલતા જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે જાહેર મંચ પરથી […]

Gujarat Vadodara
a253e0396145f741c9623fce09c5f79c ભાજપના મંત્રી ભૂલ્યા ભાન, અધિકારીઓને આપી ચીમકી, ભાજપને નુકસાન કરવાની ભુલ ન કરે
 

ગુજરાતમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા  છે. પરંતુ સત્તાના માળમાં કયાંક નેતાઓ ભાન ભૂલતા પણ થઇ ગયા છે. આવું જ કઈક વડોદરા ખાતે બન્યું છે. રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલ જાહેર મંચ પર પોતાના ભાષણમાં ભાન ભૂલતા જોવા મળ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓને ધમકી આપી હતી. મંત્રી યોગેશ પટેલે અધિકારીઓને ચિમકી આપતા કહ્યું હતું કે, ભાજપને નુકસાન કરવાની ભુલ ન કરે.

અધિકારીઓ એ ભૂતકાળમાં ભાજપને બહુ હેરાન કર્યા છે. હવે ચૂંટણી વખતે ભાજપનાં મતદારોને હેરાન ન કરે. પાણી, લાઇટનાં કનેકશન કાપ્યા તો ખેર નથી. આ વખતે પણ અમે જ જીતવાનાં છે યાદ રાખજો. હદ તો ત્યારે થાય છે કે આ મંત્રી યોગેશ પટેલના આ ભાષણ માં રાજ્યના સીએમની પણ ઓનલાઇન હાજરી હતી. તેમને CMની હાજરી માં જ આ બફાટ કર્યો હતો. મનપાનાં જાહેર કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ સરકાર ના જ અધિકારીઓને જાહેરમાં ધમકી આપતા જોવા મળ્યા હતા. 230 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ કાર્યક્રમમાં બોલ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.