પાલનપુર/ PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

પાલનપુર પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમની ઉજવણીમાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૨૩ લાખના ૧૨૩ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું.પાલનપુર તાલુકાના જગાણા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજાયો..

Gujarat Others
અ 41 1 PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

પાલનપુર તાલુકાના જગાણા એસ. કે. મહેતા હાઇસ્કુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે પાલનપુર પ્રાંતમાં સમાવિષ્ટ પાલનપુર અને વડગામ તાલુકામાં કુલ- ૫૨૩.૩૭ લાખ રૂપિયાના ૧૨૩ કામોનું ઇ- ખાતમૂર્હત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વનીકરણ, તળાવો ઉંડા કરવાના કામો, ચેકડેમ, પંચાયત ઘર અને આંગણવાડીના મકાનો, બોર અને કુવા રિચાર્જ સ્ટ્રક્ચર, ગટરલાઇનના કામો, પેવર બ્લોક, પૂર સંરક્ષણ દિવાલ, પાણીની પાઇપલાઇનો, સી.સી રોડ, સામૂહિક શૌચાલય, સ્નાનઘાટના કામોનો સમાવેશ થાય છે.

અ 41 2 PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાનો ૨૦ વર્ષનો વિશ્વાસ અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં કરવામાં આવેલ અભૂતપૂર્વ કામગીરીને પ્રજા સમક્ષ મુકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસની યાત્રા શરૂ કરાવી છે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, ભૂતકાળની સરકારો માત્ર વાયદાઓ જ કરતી હતી, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને ગુજરાતને સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બનાવ્યું છે. ગુજરાતનો વિકાસ જોઇને દેશની પ્રજાએ વર્ષ-૨૦૧૪માં નરેન્દ્રભાઇ મોદીને દેશના વડાપ્રધાન પદનું સુકાન સોપ્યું છે. તેમણે કહ્યું કે, ગામડાઓના સર્વાગી વિકાસ માટે આત્મા ગામડાનો પરંતુ સુવિધા શહેરની એ બાબતને ધ્યાનમાં રાખી ગામડાઓમાં ૨૪ કલાક વીજળી સહિતની સુવિધાઓ પુરી પાડીને ગામડાઓના સમતોલ વિકાસની શરૂઆત આ સરકારે કરી છે એટલે જ ૧૯૯૫ થી આજદિન સુધી પ્રજાના આશીર્વાદ આ સરકાર પર રહ્યા છે.

મંત્રીએ જણાવ્યું કે, આપણી આસ્થા અને શ્રદ્ધા પ્રતિક સમાન યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીની 116.65 કિ.મી. નવી રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. રૂ. ૨૮૦૦ કરોડના ખર્ચથી યાત્રાધામ અંબાજીને રેલ્વે નેટવર્કથી જોડવા માટે રાજ્ય સરકાર અને રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.

અ 41 3 PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છે. જેના લીધે સમગ્ર રાજ્ય અને આપણો દેશ વિકાસની નવી ઉંચાઇઓ હાંસલ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યુ કે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને આવતીકાલ એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે વિશ્વાસથી વિકાસ યાત્રાના માધ્યમ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવી રહ્યું છે.

મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સ્વીકાર કરીને કરમાવદ તળાવ ભરવા માટે રૂ. ૫૫૦ કરોડની યોજના મંજૂર કરી છે. સુજલામ- સુફલામ યોજના અન્વયે કસરા- દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે ૧પ૬૬.રપ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ યોજનાઓ સાકાર થવાથી બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં આવનારા સમયમાં નર્મદાના જળ પીવાના તેમજ સિંચાઇના ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

અ 41 4 PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

મંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે, શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજ્યમાં ૧૯ હજાર ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે કુલ- ૧૬૦૦ જેટલાં નવા ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ. ૫ લાખ સુધીની કેશલેસ સારવાર સહિતની અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને પ્રજાની સેવા માટે આ સરકાર કટીબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મજબુત નેતૃત્વમાં દેશ ખુબ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશ્વના મહાન નેતાઓમાં ગણના થાય છે. તેમણે પોતાની સંસ્થાની પ્રગતિ અને બાળકો માટે કરવામાં આવેલ શિક્ષણની વ્યવસ્થા અંગે પણ જણાવ્યું હતુ.

અ 41 5 PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, ગિરીશભાઇ જણાણીયા, લાલજીભાઇ કરેણ, લાલજીભાઇ પ્રજાપતિ, મોતીભાઇ પાળજા, પરથીભાઇ ગોળ, અશ્વિનભાઇ સક્સેના, રતિભાઇ લોહ, સરપંચ પ્રહલાદભાઇ પરમાર, નિવાસી અધિક કલેકટર રીટાબેન પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી અભિષેક પરમાર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ, સરપંચઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો નિર્ણય, હિન્દુ પક્ષની અરજી સ્વીકારી

આ પણ વાંચો:અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ… અંધારું છવાયું

આ પણ વાંચો:89 વર્ષીય ‘હાયપરસેક્સ્યુઅલ’ પતિની માંગણી નહીં સંતોષી શકતા 87 વર્ષીય દાદીએ અભયમની લીધી