Gujarat Election/ ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ આવતીકાલે ચૂંટણીની જાહેર સભાઓ સંબોધશે ,સુરતમાં 6 સભાનું આયોજન

આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
5 2 2 ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ આવતીકાલે ચૂંટણીની જાહેર સભાઓ સંબોધશે ,સુરતમાં 6 સભાનું આયોજન

આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે. ખાસ કરીને તો બીજેપી માટે આ ચૂંટણી જંગ ગમે તે ભોગે જીતીને ફરી એકવાર પ્રજાના દીલમાં જગ્યા બનાવવાનો છે. એટલુ જ નહીં અન્ય પક્ષને પરોક્ષ લપડાક પણ મારવાનો આ સમય છે, કે ગુજરાતમાં તો બીજેપી જ ચાલે. ત્યારે હવેગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણ માટે ભાજપે મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.આ ચૂંટણીમાં રાષ્ટ્રીય દિગ્ગજ ભાજપના નેતા,મુખ્મંત્રીઓ અને કેબિનેટમંત્રી જાહેર સભાઓ ગજવશે. આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ત્રણ જાહેર સભા સંભોધશે. વડોદરામાં આઘમન થયા બાદ તેઓ સાંખેડામાં બપોરે બે કલાકે સભા સંબોધશે અને ત્યારબાદ મહેમમદાવાદમાં4.30 કલાકે સભા સંબોધશે અને દિવસની છેલ્લી સભા 7.25 કલાકે પોરબંધદ કરશે. આ સાથે કેબિનેટ મંંત્રી પિયુશ ગોયલ પણ આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે તે પણ સુરતમાં 6 સભા સંબોધશે.

ઉલ્લેખનીય છે કે કે પુરષોત્તમ રૂપાલા આવતીકાલે જામનગરમાં રાત્રે સભા સંબોધશે.આ વખતે ભાજપ તમામ રેકોર્ડ તોડી નાંખવાના મુડમાં છે. જેના કારણે તમામ મોટા નેતાઓ ગુજરાતની ધરા ગજાવવા આવી રહ્યાં છે. પ્રથમ ચરણના એક્શન પ્લાન પર બીજા ચરણનો મદાર રહેલો છે. જેના લીધે બીજેપી એટીચોટીનો દાવ લગાવવાની તૈયારી સાથે જબરદસ્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે.