Not Set/ 6 દિવસમાં જ પુલવામાના શહીદોને ભુલી ગયા પીએમ મોદી? ખડખડાટ હસતો ફોટો થયો વાઇરલ

દિલ્હી, ભારતની મુલાકાતે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનને 20 મિલિયન ડોલરની મદદ કરી છે.ભારત આવતા પહેલાં પાકિસ્તાનની મહેમાનગતિ માણી ચુકેલા મોહમ્મદ બિન સલમાનને આવકારવા  વડાપ્રધાન મોદી પોતે જ પ્રોટોકોલ તોડીને મંગળવારે એરપોર્ટ પહોંચ્યા હતા અને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનને મદદ કરનાર બિન સલમાનને બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત […]

Top Stories World Trending
2o 13 6 દિવસમાં જ પુલવામાના શહીદોને ભુલી ગયા પીએમ મોદી? ખડખડાટ હસતો ફોટો થયો વાઇરલ

દિલ્હી,

ભારતની મુલાકાતે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનને 20 મિલિયન ડોલરની મદદ કરી છે.ભારત આવતા પહેલાં પાકિસ્તાનની મહેમાનગતિ માણી ચુકેલા મોહમ્મદ બિન સલમાનને આવકારવા  વડાપ્રધાન મોદી પોતે જ પ્રોટોકોલ તોડીને મંગળવારે એરપોર્ટ પહોંચ્યા હતા અને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

પાકિસ્તાનને મદદ કરનાર બિન સલમાનને બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત પછી પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સને ગળે લગાવ્યાં હતા. જે બાદ દ્વિપક્ષીય મુલાકાતમાં સાઉદીના પ્રિન્સની સાથે હાથ મિલાવતા સમયે વડાપ્રધાનની ખડખડાટ હસતી તસવીર આવી હતી.

પુલવામા થયેલાં આતંકવાદી હુમલા પછી હાલ દેશ જે રીતે શહીદોની શહાદત પર શોક વ્યક્ત કરી રહ્યો છે તે રીતે જોતાં પીએમ મોદીનો આ અંદાજ લાખો લોકોને પસંદ નથી પડ્યો અને સોશિયલ મીડીયાના ટ્રોલરો સવાલો ઉભા કરી રહ્યાં છે.

ટપરંતુ વડાપ્રધાનનો આ અંદાજ કોંગ્રેસને પસંદ નથી આવ્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી પર સવાલો કરતાં કહ્યું કે સાઉદી આરબ પાકિસ્તાનની આર્થિક મદદ કરી રહ્યું છે તેમના સ્વાગતમાં વડાપ્રધાનને લાલ જાજમ બિછાવી છે.

દ્વીપક્ષીય મુલાકાત દરમિયાન સાઉદી પ્રિન્સ સાથે હાથ મીલાવતા મોદીની હસતી તસવીર સોશિયલ મીડીયામાં  વાયરલ થઈ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સામે સવાલ ઉભા કરતાં કહ્યું છે કે, સાઉદી અરબ પાકિસ્તાનની આર્થિક મદદ કરી રહ્યું છે અને તેમના સ્વાગતમાં વડાપ્રધાન લાલ જાજમ પાથરી રહ્યાં છે. આ વિશે સુરજેવાલાએ ટ્વિટ કરીને વિરોધ પણ વ્યક્ત કર્યો છે.