Tathyapatel-Chargesheet/ ઇસ્કોન બ્રિજ અકસ્માતઃ તથ્ય પટેલ સામે લગભગ 1,700 પાનાની ચાર્જશીટ

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બગડેલા નબીરા તથ્ય પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસમાં તથ્ય સામે લગભગ 1,700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 25 પંચનામા કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Tathya Chargesheet ઇસ્કોન બ્રિજ અકસ્માતઃ તથ્ય પટેલ સામે લગભગ 1,700 પાનાની ચાર્જશીટ

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બગડેલા નબીરા તથ્ય પટેલને Tathya patel-Chargesheet આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસમાં તથ્ય સામે લગભગ 1,700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 25 પંચનામા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 131 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ સાક્ષીઓના નિવેદન તથ્ય પટેલની સજા કરાવ વામાં તેના મિત્રોની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ ચાર્જશીટમાં 15 ફોરેન્સિક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

તથ્ય પટેલના મિત્રોએ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા છે. તેઓએ Tathya patel-Chargesheet પોલીસને જણાવ્યું છે કે તથ્યને વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં પણ તથ્ય ધીમી ગાડી ચલાવતો ન હતો. તેથી તથ્ય સામે ઓવરસ્પીડનો કેસ લાગુ પડે છે. તેની સાથે તેણે વિઝિબિલિટી ન હોવા છતાં પણ ફુલ સ્પીડમાં કાર ચલાવી હતી, સામાન્ય રીતે છ લેનના રોડની વિઝિબિલિટીનું પ્રમાણ પણ નિશ્ચિત હોય છે, હવે સામાન્ય વિઝિબિલિટી ન હોય તો કોઈ કાર ચાલક આટલી ઝડપે વાહન કઈ રીતે ચલાવી શકે તે કેસ પણ દાખલ થઈ શકે છે.

તેની સાથે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી પૂરેપૂરી Tathya patel-Chargesheet સંભાવના છે. જો સરકારી વકીલ આ મુદ્દા પર ધ્યાન આપે તો તથ્ય સામે આકરી કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ તો કાયમ માટે રદ કરવામાં આવે તેમ મનાય છે. તેની સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ઝપટે ચઢી જાય તેમ માનવામાં આવે છે. તેમની સામે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

 

આ પણ વાંચોઃ #Akshaykumar/ અંબાણી-અદાણી કે ટાટા-બિરલા નહીં, આ વ્યક્તિ ભારતમાં સૌથી વધુ આવકવેરો ચૂકવે છે

આ પણ વાંચોઃ OMG!/ પુત્રનો ફોટો શેર કરી માતા બનાવવા માંગતી હતી સોશિયલ મીડિયા સ્ટાર , થયું મોટું કાંડ!

આ પણ વાંચોઃ OMG!/ આ ગામને માનવામાં આવે છે શ્રાપિત, જ્યાં ત્રણ ફૂટ પછી અટકી જાય છે બાળકોની લંબાઈ

આ પણ વાંચોઃ Ahmednagar Unique Marriage/ મહારાષ્ટ્રમાં એક વિવાહ એસા ભી! સ્મશાનમાં થયા લગ્ન, જાણો અનોખા લગ્નની રસપ્રદ સ્ટોરી

આ પણ વાંચોઃ ગજબ/ આ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તમે સૂઈ શકો છો, ગ્રાહકોને મળી રહી છે અનોખી સુવિધા